Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 217
________________ ૨૧૨ સમ્યગ્દર્શનની રીત કાળે આવા દોષોનું સેવન કરે છે તો પણ ભીરુભાવે અને રોગના ઔષધ તરીકે કરે છે, નહિ કે આનંદથી અથવા સ્વચ્છેદે. આથી કોઈ પણ પ્રકારનો છળ કોઈએ ધર્મશાસ્ત્રોમાંથી ગ્રહણ ન કરવો, કારણ કે ધર્મશાસ્ત્રોમાં દરેક વાતો અપેક્ષાએ હોય છે. તેથી કરીને વ્રતો અને પડિકાઓ (પ્રતિમાઓ) પાંચમા ગુણસ્થાનકે કહી છે. તેનો અર્થ એવો ન કાઢવો કે અન્ય કોઈ નિમ્ન ભૂમિકાવાળાઓ તેને અભ્યાસ અર્થે અથવા તો પાપથી બચવા ગ્રહણ ન કરી શકે. બલકે સૌએ અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય જ છે, કારણ કે જેને દુઃખ પ્રિય નથી એવા જીવો દુઃખના કારણરૂપ પાપો કેવી રીતે આચરી શકે ? અર્થાત્ ન જ આચરી શકે. અસ્તુ ! cakos

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220