________________
૨૧૨
સમ્યગ્દર્શનની રીત
કાળે આવા દોષોનું સેવન કરે છે તો પણ ભીરુભાવે અને રોગના ઔષધ તરીકે કરે છે, નહિ કે આનંદથી અથવા સ્વચ્છેદે. આથી કોઈ પણ પ્રકારનો છળ કોઈએ ધર્મશાસ્ત્રોમાંથી ગ્રહણ ન કરવો, કારણ કે ધર્મશાસ્ત્રોમાં દરેક વાતો અપેક્ષાએ હોય છે. તેથી કરીને વ્રતો અને પડિકાઓ (પ્રતિમાઓ) પાંચમા ગુણસ્થાનકે કહી છે. તેનો અર્થ એવો ન કાઢવો કે અન્ય કોઈ નિમ્ન ભૂમિકાવાળાઓ તેને અભ્યાસ અર્થે અથવા તો પાપથી બચવા ગ્રહણ ન કરી શકે. બલકે સૌએ અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય જ છે, કારણ કે જેને દુઃખ પ્રિય નથી એવા જીવો દુઃખના કારણરૂપ પાપો કેવી રીતે આચરી શકે ? અર્થાત્ ન જ આચરી શકે.
અસ્તુ !
cakos