________________
૨૧૩
૪૨ સમાધિ મરણ ચિંતન
સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે મરણ એટલે શું અને ખરેખર મરણ કોનું થાય છે ?
ઉત્તર – આત્મા તો અમર હોવાથી ક્યારેય મરણ પામતો જ નથી, પરંતુ ખરેખર આત્માનો પુદ્ગલરૂપ શરીર સાથેનો એકક્ષેત્રવગાહ સંબંધનો અંત આવે છે, તેને જ મરણ કહેવાય છે. તેથી મરણ એટલે આત્માનું એક શરીર છોડી બીજા શરીરમાં જવું.
સંસારમાં કોઈ એક ઘર છોડી, બીજા સારા ઘરમાં રહેવા જાય છે ત્યારે અથવા કોઈ જૂનાં કપડાં બદલાવી નવાં કપડાં પહેરે છે ત્યારે શોક કરતાં જણાતાં નથી. ટ્રેનમાં સર્વે પોતપોતાનું સ્ટેશન આવતાં ઊતરી જાય છે, પરંતુ કોઈ તેનો શોક કરતાં જણાતાં નથી, તો મરણપ્રસંગે શોક કેમ થાય છે? તેનું સૌથી મોટું કારણ છે મોહ અર્થાત્ તેઓને મારા કરી માન્યાં હતાં, તેથી શોક થાય છે. સૌ કોઈ જાણે છે કે – સર્વેને એક દિવસ આ દુનિયામાંથી જવાનું છે, છતાં પોતા વિશે ક્યારેય કોઈ વિચાર કરતાં નથી અને તેની માટેની અર્થાત્ સમાધિ મરણની તૈયારી પણ કરતાં નથી; તેથી સર્વેએ પોતાના સમાધિ મરણ વિશે વિચારી તેના માટેની તૈયારી કરવા યોગ્ય છે.
તેથી પ્રશ્ન થાય કે સમાધિ મરણ એટલે શું અને તેની તૈયારી કેવી હોય ? સમાધિ મરણ એટલે એકમાત્ર આત્મભાવે (આત્મામાં સમાધિભાવે) વર્તમાન દેહને છોડવો. અર્થાત્ હું આત્મા છું એવા અનુભવ સાથેનું અર્થાત્ સમ્યગ્દર્શન સહિતનાં મરણને સમાધિ મરણ કહેવાય છે અર્થાત્ સમાધિ મરણનું મહત્ત્વ એટલે છે કે તે જીવ સમ્યગ્દર્શન સાથે લઈને જાય છે અન્યથા અર્થાત્ સમાધિ મરણ ન હોતાં તે જીવ સમ્યગ્દર્શન નમીને જાય છે. લોકો સમાધિ મરણની તૈયારી અર્થે સંથારાની ભાવના ભાવતા જણાય છે, અંત સમયની આલોચના કરતાં/કરાવતાં જણાય છે, નિર્યાપકાચાર્યની (સંથારાનો નિર્વાહ કરાવનાર આચાર્યની) શોધ કરતાં જણાય છે; પરંતુ સમ્યગ્દર્શન કે જે સમાધિ મરણનો પ્રાણ છે તેના વિશે લોકો અજાણ જ હોય તેવું જણાય છે. તેથી સમાધિ મરણની તૈયારી અર્થે, આ પૂર્ણ જીવન એકમાત્ર સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ઉપાયમાં જ લગાવવું યોગ્ય છે. કારણ કે સમ્યગ્દર્શન વગર અનંતી વાર બીજું બધું