________________
૨૧૪
સમ્યગ્દર્શનની રીત
જ કરવાં છતાં આત્માનો ઉદ્ધાર શક્ય બન્યો નથી, ભવભ્રમણનો અંત આવ્યો નથી. અર્થાત્ સમ્યગ્દર્શન વગર ગમે તે ઉપાય ક્યથી, કદાચ એક-બે, થોડાક ભવો સારાં મળી પણ જાય છતાં, ભવટી થતી નથી અને તેથી કરીને અનંત દુખોનો અંત આવતો નથી અર્થાત્ નરક/નિગોદના નદીવા (Acquaintance = હવે પછી એ જીવ ક્યારેય નરક/નિગોદમાં જવાનો નથી) થતાં નથી. માટે આવાં દુર્લભ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે અને તૈયારીરૂપે આ સંસાર પ્રત્યેનો વૈરાગ્ય, સંસારનાં સુખો પ્રત્યેની ઉદાસીનતા અને શાસ્ત્રસ્વાધ્યાયથી યથાર્થ તત્ત્વનો નિર્ણય આવશ્યક છે.
આ મનુષ્યભવ અત્યંત દુર્લભ છે, તેથી તેનો ઉપયોગ શેમાં કરવો તે વિચારવું અત્યંત આવશ્યક છે. કારણ કે જેવું જીવન જીવશો પ્રાયઃ તેવું જ મરણ હોય છે, માટે નિત્ય જાગૃતિ જરૂરી છે. જીવનમાં નીતિ-ન્યાય આવશ્યક છે, નિત્ય સ્વાધ્યાય, મનન, ચિંતન આવશ્યક છે; કારણ કે આયુષ્યનો બંધ ગમે ત્યારે પડી શકે છે અને ગતિ અનુસાર જ મરણ વખતે વેશ્યા હોય છે. તેથી જેઓ સમાધિ મરણ ઈચ્છતા હોય તેઓએ પૂર્ણ જીવન સમ્યગ્દર્શન સહિત ધર્મમય જીવવું આવશ્યક છે. તેથી જીવનભર સર્વ પ્રયત્નો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે જ કરવાં યોગ્ય છે, કારણ કે સમ્યગ્દર્શન અર્થે કરેલ સર્વ શુભ ભાવ યથાર્થ છે. અન્યથા તે ભવાટી માટે અયથાર્થ નીવડે છે અને તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બાદ પણ પ્રમાદ સેવવા યોગ્ય નથી; કારણ કે એક સમયનો પણ પ્રમાદ નહિ કરવાની ભગવાનની આજ્ઞા છે.
સર્વેએ માત્ર પોતાના જ પરિણામ ઉપર દષ્ટિ રાખવા જેવી છે અને તેમાં જ સુધારો ઇચ્છવો. ‘બીજા શું કરે છે?” અથવા “બીજા શું કહેશે ?' વગેરે ન વિચારતાં પોતા માટે શું યોગ્ય છે, તે વિચારવું. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનાં કારણો ન સેવવાં અને જો ભૂલથી, અનાદિનાં સંસ્કારવશ આર્તધ્યાન અથવા રૌદ્રધ્યાન થયું હોય તો તરત જ તેમાંથી પાછા ફરવું (પ્રતિક્રમણ), તેનો પસ્તાવો કરવો (આલોચના) અને ભવિષ્યમાં આવું ફરી ક્યારેય ન થાય (પચ્ચશ્માણ) તેવો દઢ નિર્ધાર કરવો. આવી રીતે દુર્ગાનથી બચી, પૂર્ણ યત્ન સંસારના અંતનાં કારણોમાં જ લગાવવાં યોગ્ય છે. આવી જાગૃતિ જીવનભર માટે જરૂરી છે, ત્યારે જ મરણ સમયે જાગૃતિ સહિત સમાધિ અને સમત્વભાવ રહેવાની સંભાવના રહે છે કે જેથી સમાધિ મરણ થઈ શકે. સર્વે જનોને આવું સમાધિ મરણ પ્રાપ્ત થાય તેવી ભાવના સહ, જિનાજ્ઞા વિરુદ્ધ અમારાથી કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે અમારાં મિચ્છામિ દુક્કડે !
» શાંતિ ! શાંતિ ! શાંતિ !
ec 22