________________
ર૬૧
૪૧ રાત્રિભોજન વિશે
રાત્રિભોજનનો ત્યાગ મોક્ષમાર્ગના પથિક માટે તો આવશ્યક છે જ પરંતુ તેના આધુનિક વિજ્ઞાન પ્રમાણે પણ અનેક ફાયદાઓ છે. જેમ કે રાત્રે નવ વાગ્યે શરીરની ઘડિયાળ (Body clock) પ્રમાણે પેટમાં રહેલ વિષારી તત્ત્વોની સફાઈનો (Detoxification) સમય હોય છે, ત્યારે પેટ જે ભરેલું હોય તો શરીર તે કાર્ય કરતું નથી (Skip કરે છે) અર્થાત્ પેટમાં કચરો વધે છે; પરંતુ જેઓ રાત્રિભોજન કરતાં નથી તેઓનું પાચન નવ વાગ્યા સુધીમાં થઈ ગયું હોવાથી તેમનું શરીર વિષારી તત્ત્વોની સફાઈનું કાર્ય સારી રીતે કરી શકે છે. બીજું, રાત્રે જમ્યા પછી બેથી ત્રણ કલાક સુધી સૂવાનું લક્ષ્ય છે અને તેથી જેઓ રાત્રે મોડેથી જમે છે તેઓ રાત્રે મોડાં સૂવે છે. પરંતુ રાત્રે અગિયારથી એક વાગ્યા દરમિયાન ઘેરી ઊંઘ (Deep Sleep) લિવરની સફાઈ અને તેની નુકસાન ભરપાઈ (Cell Regrowth) માટે અત્યંત આવશ્યક છે કે જે રાત્રિભોજન કરવાવાળા માટે શક્ય નથી, તેથી તે પણ રાત્રિભોજનનું મોટું નુકસાન છે. આરોગ્યની દષ્ટિએ આ સિવાય પણ રાત્રિભોજન ત્યાગના બીજા અનેક ફાયદાઓ છે.
આયુર્વેદ, યોગશાસ્ત્ર અને જૈનેતર દર્શન અનુસાર પણ રાત્રિભોજન વર્યુ છે. જૈનેતર દર્શનમાં તો રાત્રિભોજનને માંસ ખાવા સમાન અને રાત્રે પાણી પીવાને લોહી પીવા સમાન જણાવેલ છે અને બીજું, રાત્રિભોજન કરવાવાળાના સર્વ તપ-જપ-જાત્રા એ સર્વ ફોક થાય છે અને રાત્રિભોજનનું પાપ સેંકડો ચંદ્રાયતન તપથી પણ ધોવાતું નથી એમ જણાવેલ છે.
જૈનદર્શન અનુસાર પણ રાત્રિભોજનનું ઘણું પાપ જણાવેલ છે. અત્રે કોઈ એમ કહે કે રાત્રિભોજન ત્યાગ વગેરે વ્રતો અથવા પડિમાઓ (પ્રતિમાઓ) તો સમ્યગ્દર્શન બાદ જ હોય છે, તો અમોને તે રાત્રિભોજનનો શો દોષ લાગે ? તો તેઓને અમારો ઉત્તર છે કે રાત્રિભોજનનો દોષ સમ્યગ્દષ્ટિ કરતાં મિથ્યાષ્ટિને અધિક જ લાગે છે, કારણ કે મિથ્યાદષ્ટિ તેને રાચી-માચીને સેવતો (કરતો) હોય છે જ્યારે સમ્યગ્દષ્ટિ તો આવશ્યક ન હોય, અનિવાર્યતા ન હોય તો આવા દોષોનું સેવન જ નથી કરતો અને જે કોઈ