Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 177
________________ ૧૭૨ સમ્યગ્દર્શનની રીત બીજું, નિશ્ચયથી આત્મા અભેદ-એક હોવાથી તેમાં જે પણ ભેદ કરવામાં આવે છે, તે માત્ર સમજાવવા માટે જ કરવામાં આવે છે; નહીં કે વાસ્તવિક, એટલે જેને પણ એવા પ્રશ્નો થાય છે કે સમ્યગ્દર્શનના વિષયમાં પ્રમાણનું દ્રવ્ય કેમ લીધું છે અથવા સમ્યગ્દર્શનના વિષયમાં પર્યાયનો નિષેધ કેમ નથી કર્યો અથવા જે લોકો દ્રવ્યના ધ્રુવને અને પર્યાયના ધ્રુવને અલગ માને છે, વગેરે. તેઓએ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયના જ્ઞાનને તપાસવાની આવશ્યકતા છે અને દ્રવ્યની અભેદતા સમજવી અત્યંત આવશ્યક છે. કેમ કે તે બંને વ્યવસ્થા સમજ્યા પછી આ પ્રશ્નો નહીં રહે, નહીં તો આપ મિથ્યારૂપ ભ્રમમાં (કલ્પનાઓમાં) જ રહેશો; આ વાત આ ગાથામાં સમજાવી છે. નિષેધ નિશ્ચય નયનો પક્ષ છે અને અનુભવ પક્ષાતિત હોય છે, તેથી કોઈ પણ નયના પક્ષવાળાને અનુભવ નથી થતો પરંતુ તેઓ એકાંતરૂપે પરિણમે છે. ગાથા ૭ : ટીકા :- કારણ કે, અનંત ધર્મોવાળા એક ધર્મીમાં (અર્થાત્ ભેદથી સમજીને અભેદરૂપ અનુભૂતિમાં) જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે (અર્થાત્ ભેદો વડે), ઉપદેશ કરતા આચાર્યોનો – જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે, તો પણ નામથી ભેદ ઉપજાવી (અભેદ દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ભેદ ઉપજાવી) વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પરંતુ પરમાર્થથી (અર્થાત્ વાસ્તવમાં) જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે... (અર્થાત્ જે દ્રવ્ય ત્રણે કાળે તે તે પર્યાયરૂપ પરિણમતું હોવા છતાં પોતાનું દ્રવ્યપણું છોડયું નથી; જેમ કે માટી ઘટ, પિંડરૂપે પરિણમવા છતાં માટીપણું છોડતી નથી અને દરેક પર્યાયમાં તે માટીપણું વ્યાપ્ય-વ્યાપક સંબંધથી છે, માટે પર્યાય અનંતી હોવા છતાં તે દ્રવ્ય તો એક જ છે.)... એક શુદ્ધ જ્ઞાયક જ છે.’’ ગાથા ૮ : ગાથાર્થ :- “જેમ અનાર્ય (મ્લેચ્છ) જનને અનાર્ય ભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી. (અર્થાત્ મિથ્યાત્વીને ભેદરૂપ વ્યવહારભાષા વગર વસ્તુનું સ્વરૂપ સમજાવવા કોઈ સમર્થ નથી, તેથી અભેદ તત્ત્વમાં અલગ અલગ પ્રકારે ભેદરૂપ વ્યવહાર કરવામાં આવે છે, જેમ કે દ્રવ્ય-ગુણ-પર્યાય, જ્ઞાન-દર્શનચારિત્ર, ઉત્પાદ-વ્યય-ધ્રુવ, ૪૭ શક્તિ વગેરે, તે માત્ર સમજાવવા માટે છે; નહીં કે અનુભવવા. કારણ, અનુભવ તો યથાર્થ એવા અભેદ આત્માનો જ હોય છે = થાય છે. અર્થાત્ પરમાર્થિક આત્મામાં કોઈ જ ભેદ ન સમજવા અને જ્યાં સુધી ભેદમાં હશો ત્યાં સુધી અભેદનો અનુભવ નહીં જ થાય. કારણ કે ભેદ તો વ્યવહારરૂપ-ઉપચારમાત્ર અજ્ઞાનીને સ્વરૂપ ગ્રહણ કરાવવા પાડેલ છે, ખરેખર છે નહીં.)’’ ગાથા ૧૧ : ગાથાર્થ :- ‘વ્યવહારનય અભૂતાર્થ છે (અર્થાત્ ઉપર જણાવ્યા અનુસાર ભેદરૂપ વ્યવહાર અભૂતાર્થ છે. કારણ કે જે ભેદમાં જ રમે છે તે ક્યારેય સમ્યગ્દર્શનના વિષયરૂપ અભેદ દ્રવ્યનો અનુભવ કરી જ શકતો નથી અને બીજું, નિશ્ચયથી દ્રવ્ય અભેદ હોવાથી જે ભેદ ઉપજાવીને કહેવામાં આવે જ

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220