Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 175
________________ ૧૭૦ સમ્યગ્દર્શનની રીત અરીસાનું સ્વચ્છત્વ જણાય છે, તેવી) અવસ્થામાં પણ, દીવાની જેમ કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી (એટલે કે જે સ્વચ્છત્વરૂપ પરિણમન = પરમ પારિણામિકરૂપ = જ્ઞાન સામાન્ય = નિષ્ક્રિય ભાવ છે કે જે સ્વપરને જાણવાવાળા વિશેષભાવનો જ સામાન્ય ભાવ છે, માટે જો પરને જાણવાનો નિષેધ કરવામાં આવે તો તે સ્વચ્છત્વનો = ભગવાન આત્માના નિષેધરૂપ પરિણમશે અને સમજ્યા વગર નિષેધ કરવાવાળા ભ્રમને = ભ્રમિત દશાને પામશે અને આ અમૂલ્ય મનુષ્યજન્મ અને વીતરાગનું શાસન મળ્યું તે વ્યર્થ ગુમાવશે. અર્થાત્ જે જાણવાવાળો છે તે) જ્ઞાયક જ છે – પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ.. [અત્રે સ્વ-પરનું જાણવું એ ભગવાન આત્મામાં જવાની સીડીરૂપે દર્શાવેલ છે, કારણ કે સ્થૂલથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે. કારણ કે જ્ઞાયક જ પોતે જાણનારો છે. જાણવું અને જ્ઞાયક (જાણનાર)ને અનન્યપણું બતાવીને જાણવું (પ્રતિબિંબ) ગૌણ કરતાં જ જ્ઞાયક (જાણનાર) જણાય છે માટે સીડીરૂપ છે.]” ભાવાર્થમાં પંડિત જ્યચંદજી જણાવે છે કે, “...“જ્ઞાયક એવું નામ પણ તેને (અર્થાત્ શુદ્ધાત્માને = દષ્ટિના વિષયને = પરમ પરિણામિક ભાવરૂપ આત્માને) શેયને જાણવાથી આપવામાં આવે છે; કારણ કે શેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. કારણ કે જેવું શેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો શાયકનો જ અનુભવ કરતાં (શેયને ગૌણ કરતાં ત્યાં) જ્ઞાયક જ છે. “આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી' એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેણે જાયું તે કર્મ પણ પોતે જ છે. અત્રે સમજવાનું એ છે કે “આત્મા ખરેખર પરને જાણતો નથી” એવી વાતો કરીને આત્મામાં જવાનો રસ્તો (સીડી) બંધ કરીને શું મળશે ? માત્ર ભ્રમ જ મળશે, કારણ પરને જાણવાનો નિષેધ કરતાં જાણનારનો જ નિષેધ થાય છે.] આવો એક જ્ઞાયકપણામાત્ર (જાણવાવાળો) પોતે શુદ્ધ છે - આ શુદ્ધનયનો વિષય છે. (અત્રે સમજવાનું એ છે કે પ્રથમ જે ‘દષ્ટિના વિષય’ વિશે જણાવ્યું તેમ પર્યાયથી રહિત દ્રવ્ય એટલે કે પ્રતિબિંબથી રહિત એટલે કે પ્રતિબિંબને ગૌણ કરતાં જ ત્યાં જાણનાર રૂપે જ્ઞાયક જ હાજર છે, તે જ દષ્ટિનો વિષય છે. તે જ પરમ પરિણામિક ભાવ છે, તે જ કારણશુદ્ધપર્યાય છે. તે જ કારણશુદ્ધપરમાત્મા છે. તે જ સમયસારરૂપ જીવરાજા છે. એટલે અહીંયા કોઈ જ ભૌતિક છીણીની જરૂર નથી, કારણ આત્મા અભેદ – અખંડ છે. એમાંથી કાંઈ જ નીકળે તેમ નથી અને જે કાઢવાની કોશિશ થશે તો આત્મા પોતે જ નીકળી જશે અર્થાત્ આત્માનો જ લોપ થશે. અને કાઢનાર પોતે આકાશના ફૂલની માફક ભ્રમમાં જ રાચશે તેથી અહીંયા પ્રજ્ઞારૂપી છીણીનો ઉપયોગ કરીને = કતકફળરૂપ બુદ્ધિપૂર્વક તે પ્રતિબિંબરૂપ અર્થાત્ ઉદય ક્ષયોપશમરૂપ ભાવોને ગૌણ કરતાં જ ત્યાં સાક્ષાત શુદ્ધાત્મારૂપ પરમ પરિણામિક ભાવ હાજર જ છે. આ જ

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220