Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 181
________________ ૧૭૬ સમ્યગ્દર્શનની રીત હોય છે તે માનવું આવશ્યક છે, અન્યથા તે જિનમતબાહ્ય જ કહેવાશે. કેમ કે જો એવું હોત તો કુંÉદાચાર્ય જેવા આચાર્ય ભગવંત ફરી ફરી શુદ્ધાત્માનો અનુભવ કરીને જ્ઞાની થવાનું ન કહેત, આ વાત અમે પણ અમારા અનુભવના આધારે કહી રહ્યાં છીએ. શ્લોક ૫ :- ગાથા ૧૧ અને ૧રને જ દઢ કરાવે છે, કે જે ભેદરૂપ વ્યવહારનય છે તે અજ્ઞાનીને માત્ર સમજાવવા માટે છે, પરંતુ તેમ ભેદરૂપ આત્મા છે નહીં. માટે આશ્રય તો અભેદરૂપ આત્માનો = શુદ્ધાત્માનો કે જેમાં પરદ્રવ્યોથી થતાં ભાવોને ગૌણ કરેલ છે, તેનો જ કરવાનો છે. તે આત્મા જ ઉપાદેય છે અર્થાત્ દ્રવ્યપર્યાયરૂપ ભેદ અથવા પર્યાયના નિષેધરૂપ ભેદનો જેઓ આશ્રય કરે છે તેઓને અભેદ આત્માનો અણસાર પણ આવતો નથી અર્થાત્ તેઓ ભેદમાં જ રમે છે અર્થાત્ તેઓ વિકલ્પમાં જ રમે છે અને ભેદનો જ આદર કરે છે, કારણ કે તેઓને નિષેધ વિનાનો દષ્ટિનો વિષય જ માન્ય હોતો નથી, આવી છે કરુણાજનક પરિસ્થિતિ. લોક૬ :- અત્રે આચાર્ય ભગવંત જણાવે છે કે જે નવ તત્ત્વની પરિપાટી છે તેને છોડીને (અર્થાત્ ગૌણ કરીને) જેતા – તે ભાવને અનુભવતાં જ આત્મા પ્રાપ્ત થાય છે. શ્લોક ૭માં આચાર્ય ભગવંત ગાથા ૧૩નો જ ભાવ વ્યક્ત કરે છે કે નવ તત્ત્વમાં વ્યાસ એવી આત્મજ્યોતિ (અર્થાત્ પરમ પારિણામિક ભાવ) નવ તત્ત્વોને ગૌણ કરતાં જ એક અખંડ આત્મજ્યોતિ (અર્થાત્ પરમ પરિણામિક ભાવ) પ્રાપ્ત થાય છે. ગાથા ૧૩: ગાથાર્થ :- “ભૂતાર્થ નયથી જાણેલ (અર્થાત્ અભેદ એવા શુદ્ધ નયથી જાણેલ) જીવ, અજીવ વળી પુણ્ય, પાપ તથા આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - એ નવ તત્ત્વ સમ્યત્વ છે.” અર્થાત્ અભેદ એવા શુદ્ધ નયથી જે એમ જાણે છે કે આ સર્વે નવ તત્ત્વરૂપ પરિણમેલ જીવ વિશેષ અપેક્ષાએ નવ તત્ત્વરૂપ ભાસે છે, પણ અભેદ શુદ્ધ નય દ્વારા આ નવ તત્ત્વ જેના બનેલા છે તે એકમાત્ર સામાન્યભાવરૂપ અર્થાત્ અભેદ શુદ્ધ જીવત્વભાવરૂપ “શુદ્ધાત્મા' જ છે અને તેવી રીતે જે નવ તત્ત્વને જાણે છે તેને જ સમ્યગ્દર્શન છે અર્થાત્ તે જ સમ્યત્વ છે; આ ગાથા ‘સમયસારના સારરૂપે છે. સર્વ અધિકારોનો ઉલ્લેખ આ ગાળામાં કરી સર્વે અધિકારોના સારરૂપે સમ્યગ્દર્શનરૂપ આત્માનું સ્વરૂપ સમાવેલ છે. ગાથા ૧૩ : ટીકા :- “આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે. (એ નિયમ કહ્યો) (ભૂતાર્થનથી એટલે કે અભેદનયથી = આ જીવાદિ નવ તત્ત્વોરૂપે આત્મા જ પરિણમે છે તેથી તે નવ તત્ત્વોને ગૌણ કરતાં જ શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે = સમ્યગ્દર્શન થાય છે); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર) નયથી (આ નવ તત્ત્વો) કહેવામાં આવે છે (એટલે કે જે જીવ અપરમભાવે સ્થિત છે – અજ્ઞાની છે તેને સ્વેચ્છની ભાષામાં એટલે કે આગમની ભાષામાં જીવને

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220