Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 192
________________ સમયસારના અધિકારોનું વિહંગાવલોકન ભાવમાં એકત્વ કરતો નથી) અને અજ્ઞાનના નિમિત્તે પુદ્ગલ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી (અર્થાત્ અજ્ઞાન નિમિત્તે જે બંધ થતો હતો તે, અજ્ઞાન જતાં જ, તેના નિમિત્તે થતો બંધ પણ હવે નથી); વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે (અર્થાત્ જ્ઞાની પોતાને સામાન્યજ્ઞાનરૂપ શુદ્ધાત્મા જ અનુભવે છે કે જે ત્રિકાળ જ્ઞાનરૂપ જ રહે છે) અને પુદ્ગલ પુદ્ગલરૂપ જ રહે છે (અર્થાત્ જ્ઞાની પુદ્ગલને પુદ્ગલરૂપ અને તેનાથી થતા ભાવોને પણ તે રૂપ જ જાણી, તેમાં ‘હુંપણું’ કરતો નથી અર્થાત્ જ્ઞાની આવી રીતે ભેદજ્ઞાન કરે છે).’’ આ રીતે સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. ૧૮૭ - (૩) પુણ્ય-પાપ અધિકાર:- આ અધિકારમાં પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા માટે, જે સમ્યગ્દર્શનનો વિષય છે અર્થાત્ જે શુદ્ધાત્મા છે તેમાં, બંધરૂપ કોઈ જ ભાવો ન હોવાથી અર્થાત્ તેમાં સર્વે વિભાવભાવનો અભાવ હોવાથી, બંધ માત્ર ભાવ અર્થાત્ શુભ ભાવ અને અશુભ ભાવ, તે બંને (સમ્યગદર્શનના વિષયમાં) નથી એમ જણાવવા બંનેને એક સમાન કહ્યાં છે. અર્થાત્ પુણ્ય અને પાપ અર્થાત્ શુભ ભાવ અને અશુભ ભાવ સમ્યગ્દર્શનના વિષયરૂપ પરમ પારિણામિક ભાવરૂપ પરિણમનરૂપ શુદ્ધાત્મામાં ન હોવાથી, બંને સમાન અપેક્ષાએ હેય છે અર્થાત્ બંને વિભાવભાવ હોવાથી - બંધરૂપ હોવાથી એક સમાન હેય છે. સહજ અહીં કોઈએ એકાંતે તેમ ન સમજવું, કારણ કે અશુભ ભાવે પરિણમવાનો કદી કોઈ ઉપદેશ હોય જ નહિ, પરંતુ અત્રે જણાવ્યા અનુસાર સમ્યગ્દર્શન કરાવવા, બંને ભાવોથી ભેદજ્ઞાન કરાવ્યું છે અને ભેદજ્ઞાનની અપેક્ષાએ બંને સમાન જ છે, નહિ કે અન્યથા. જો કોઈ અન્યથા પુણ્યને હેય સમજીને અથવા તો પુણ્ય-પાપને સમાનરૂપે હેય સમજીને, સ્વચ્છંદે પાપરૂપ અર્થાત્ અશુભ ભાવે પરિણમતા હોય, તેમાં જ રાચતા હોય તો તે, તેઓને મહા અનર્થનું કારણ છે. જો કોઈ આવી રીતથી એકાંતે સમજીને, આવી જ રીતે એકાંતે પ્રતિપાદન કરતું હોય તો, તે પોતે તો ભ્રષ્ટ છે જ અને અન્ય અનેકોને પણ ભ્રષ્ટ કરી રહ્યા છે; અર્થાત્ જૈન સિદ્ધાંતમાં વિવેકની જ બોલબાલા છે. અર્થાત્ સર્વ કથન જે અપેક્ષાએ કહ્યું હોય તે જ અપેક્ષાથી ગ્રહણ કરવું જોઈએ, તે જ વિવેક છે; માટે સર્વ મોક્ષાર્થીઓએ પૂર્વે જણાવ્યા અનુસાર એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષે નિયમથી શુભમાં જ રહેવા યોગ્ય છે, આ જ જિન સિદ્ધાંતનો સાર છે, જે અમે પૂર્વે પણ ફરી ફરી જણાવ્યું છે તેથી કરી અત્રે જણાવ્યા અનુસાર જ અર્થાત્ વિવેકપૂર્વક જ સર્વજન સમ્યગ્દર્શનને પામે છે અને વિવેકપૂર્વક જ નિર્વાણને પામે છે. ગાથા ૧૫૧ : ગાથાર્થ :- ‘નિશ્ચયથી જે પરમાર્થ છે (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ-સહજ પરિણમનરૂપ શુદ્ધાત્મા છે), સમય છે, શુદ્ધ છે, કેવળી છે, મુનિ છે, જ્ઞાની છે, તે સ્વભાવમાં (શુદ્ધાત્મામાં) સ્થિત મુનિઓ નિર્વાણને પામે છે.’’ = ગાથા ૧૫૨ : ગાથાર્થ :- ‘પરમાર્થમાં અસ્થિત (અર્થાત્ મિથ્યાદષ્ટિ) એવો જે જીવ તપ કરે છે

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220