Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 189
________________ ૧૮૪ સમ્યગ્દર્શનની રીત ૩૭ સમયસારના અધિકારોનું વિહંગાવલોકન હવે અમે વિસ્તારરુચિ જીવો માટે સમયસારશાસ્ત્રના સર્વે અધિકારોનું વિહંગાવલોકન કરીશું, જેમાં સર્વે અધિકારોનો માત્ર સાર જ જણાવીશું, માટે વિસ્તારરુચિ જીવોએ ઉપરોક્ત પૂર્વરંગમાં વિસ્તારથી જણાવેલ ભાવ અનુસાર અને સર્વે અધિકારોના અત્રે જણાવેલ સાર અનુસાર તે સર્વે અધિકારોનો અભ્યાસ કરવો, અન્યથા નહિ અર્થાત્ સ્વચ્છેદે નહિ; કારણ કે સ્વચ્છંદ જ આપણા અત્યાર સુધીના અનંત સંસારનું કારણ છે કે જેને હવે પછી ક્યારેય પોષવો નહિ એવી અમારી સર્વે જનોને નમ્ર વિનંતિ છે. ૧. જીવ-અજીવ અધિકાર - આ અધિકાર જીવને, અજીવરૂપ કર્મ-નોકર્મ અને તેનાં લક્ષે થતાં પોતાના વિભાવભાવોથી ભેદજ્ઞાન કરાવવા અર્થે છે અર્થાત્ તે સર્વે ભાવો જેવા કે – રસ, ગંધ, સ્પર્શ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, કર્મ, પર્યામિ, વર્ગ, વર્ગણા, સ્પર્ધકો, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, મન-વચન કાયાના યોગો, બંધસ્થાનો, ઉદયસ્થાનો, માર્ગણા, સ્થિતિબંધ સ્થાન, સંકલેશ સ્થાનો, વિશુદ્ધિ સ્થાનો, જીવસ્થાનો વગેરે જીવને નથી, એમ કહ્યું છે, અને પ્રશ્ન થાય કે તે ભાવો જીવને કેમ નથી ? ઉત્તર- તે ભાવો બે પ્રકારના છે - એક તો પુદ્ગલરૂપ છે અને બીજા જીવના વિશેષભાવરૂપ છે. તેમાં જે પુલરૂપ છે તે તો જીવથી પ્રગટ ભિન્ન જ છે અને જે જીવના વિશેષભાવરૂપ છે તે ભાવોમાં હુંપણું કરવા જેવું ન હોવાથી અર્થાત્ તે સર્વ ભાવોથી ભિન્ન એવો ‘શુદ્ધાત્મા’ એ સમ્યગ્દર્શનનો વિષય હોવાની અપેક્ષાએ, શુદ્ધાત્મારૂપ જીવરાજામાં આ ભાવો નથી, તેમ કહ્યું છે. આવું સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા અર્થે કહ્યું છે અન્યથા નહિ, એકાંતે નહિ, તેથી જેમ છે તેમ સમજીને માત્ર શુદ્ધાત્મા કે જે આ સર્વે ભાવોથી ભિન્ન છે, તેમાં જ “હુંપણું કરતાં, સ્વાત્માનુભૂતિપૂર્વક સમ્યગ્દર્શન પ્રગટ થઈ શકે છે અને ત્યાર પછી જ જ્ઞાન મધ્યસ્થ થતાં અર્થાત્ પ્રમાણરૂપ થતાં જ જીવને જેમ છે તેમ જાણે છે અને વિવેકે કરી આત્મસ્થિરતારૂપ પુરુષાર્થપૂર્વક સર્વ કર્મનો ક્ષય કરવા પ્રત્યે કાર્યરત થાય છે અર્થાત્ સર્વ કર્મનો ક્ષય કરવા વ્રત-તપ-ધ્યાનરૂપ પુરુષાર્થ આદરે છે, આ જ મોક્ષમાર્ગ છે અર્થાત્ આ જ વિધિ છે મોક્ષપ્રાપ્તિની. લોક ૪૩ :- “આમ પૂર્વોક્ત જુદાં લક્ષણને લીધે જીવથી અજીવ ભિન્ન છે તેને અજીવને) તેની

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220