Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 174
________________ સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય ૧૬૯ ભાવ થાય કે જે અમે પૂર્વે જણાવેલ જ છે અને સમયસાર ગાથા ૧૬૪-૧૬૫માં પણ જણાવેલ જ છે કે, “સંજ્ઞ આસવો કે જે જીવમાં જ થાય છે તેઓ જીવના જ અનન્ય પરિણામ છે” = જીવ જ તે રૂપે પરિણમેલ છે અર્થાત્ જીવમાં એક શુદ્ધ ભાગ અને બીજે અશુદ્ધ ભાગ એમ નહીં સમજતાં, સમજવાનું એમ છે કે જીવ ઉદય – ક્ષયોપશમ ભાવરૂપ પરિણમેલ છે અર્થાત્ જીવમાં છૂપાયેલ સ્વચ્છત્વરૂપ જે જીવનું પરિણમન છે કે જે પરમ પારિણામિક ભાવ કહેવાય છે તે ભાવ જ અન્ય ચાર ભાવનો સામાન્ય ભાવ છે અર્થાત્ જીવમાં અન્ય ચાર ભાવોને ગૌણ કરીને પરમ પરિણામિક ભાવમાં હુંપણું' કરતાં જ એક શાકભાવ અનુભવાય છે. આ જ અનુભવની વિધિ છે. જેમ કે, રાગદ્વેષરૂપ પરિણમેલ જીવ રાગદ્વેષી જણાતો હોવા છતાં – વર્તમાનમાં તે રૂપ હોવા છતાં, તે રાગદ્વેષને ગૌણ કરતાં જ પરમ પરિણામિક ભાવ જણાય છે તે તેનો સ્વભાવ છે કે જેમાં હુંપણું કરતાં જ તે જીવ સ્વસમય’ = સમ્યગ્દર્શની થાય છે.), દ્રવ્યના સ્વભાવની અપેક્ષા (ઉપર જણાવેલ દ્રવ્યનો “સ્વભાવ = પરમ પરિણામિક ભાવ = કારણશુદ્ધપર્યાય)થી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની (અર્થાત્ કષાયના સમૂહના અપાર ઉદયોની) વિચિત્રતાના વિશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. (અર્થાત્ દ્રવ્યનો સ્વભાવ તે પરમ પારિણામિક ભાવરૂપ છે કે જે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે માત્ર એક જ્ઞાયકભાવરૂપ છે) તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્ય દ્રવ્યોનાં ભાવોથી (અર્થાત્ જીવના ચાર ભાવો કે જેમાં અન્ય દ્રવ્યનું નૈિમિત્તિકપણું છે) ભિન્નપણે (અર્થાત્ જીવના ચાર ભાવોને ગૌણ કરતાં પંચમ ભાવરૂપ = પરમ પરિણામિક ભાવરૂપ) ઉપાસવામાં આવતો ‘શુદ્ધ કહેવાય છે. અત્રે એ સમજવું જરૂરી છે કે રાગ કોઈ પણ અપેક્ષાએ જીવમાં નથી, વગેરરૂપ એકાંત પ્રરૂપણા જિનમત બાહ્ય છે. તેથી તેવી પ્રરૂપણા કરવાવાળા અને તેમાં અટવાયેલ ભોળા જીવો = તેમ માનવાવાળા ભોળા જીવો ભ્રમમાં રહીને અતિ ઉત્તમ એવો માનવજન્મ અને વીતરાગ ધર્મ એળે ગુમાવે છે અને વીતરાગી બનવાનો એક અમૂલ્ય અવસર ગુમાવે છે.) વળી, દાહ્યના (-બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે (અર્થાત્ જ્ઞાનને શેયાકારે પરિણમવાથી સ્વ-પરને જાણવાવાળું કહેવાય છે) તો પણ દાધકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે શેયાકાર થવાથી તે 'ભાવ' (જ્ઞાનાકાર) ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે (અર્થાત્ જ્ઞાનનું સ્વપરને જાણવું પ્રસિદ્ધ છે), તોપણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. (કારણ કે તે શેયને શેયરૂપે = તદરૂપે પરિણમીને જાણતું નથી અર્થાત્ જ્ઞાનને શેય સાથે વ્યાપ્યવ્યાપક સંબંધ નથી; તેને પોતાના આકાર = જ્ઞાનાકાર સાથે વ્યાયવ્યાપક સંબંધ છે કે જેનાથી અશુદ્ધતા તેનામાં પ્રવેશ પામતી નથી); કારણ કે શેયાકાર અવસ્થામાં (એટલે કે સ્વપરને જાણવાના કાળે) જે જ્ઞાયકપણે (જાણવાવાળા તરીકે) જે જણાયો તે સ્વરૂપ-પ્રકાશનની (સ્વરૂપ જાણવાની = એટલે કે તે શેયને જ્ઞાનાકાર તરીકે જોતાં અને તેને જ જ્ઞાનરૂપે જોતાં અર્થાત્ જોયોને ગૌણ કરતાં જ પરમ પારિણામિક ભાવ અનુભવાય છે. અરીસાના ઉદાહરણ પ્રમાણે પ્રતિબિંબને ગૌણ કરતાં જ

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220