Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 158
________________ નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય શ્લોક ૨૪૩ :- ‘“જે જીવ અન્યવશ (અર્થાત્ સમ્યગ્દર્શન રહિત) છે તે ભલે મુનિવેશધારી હોય તો પણ સંસારી છે, નિત્ય દુઃખનો ભોગવનાર છે; જે જીવ સ્વવશ (અર્થાત્ સમ્યગ્દર્શન સહિત) છે તે જીવનમુકત છે, જિનેશ્વરથી કિંચિત્ ન્યૂન છે.’’ અર્થાત્ સમ્યગ્દર્શન સહિત મુનિમાં જિનેશ્વરદેવ કરતાં જરાક જ ઊણપ છે અર્થાત્ તેવાં મુનિ શીઘ્ર જ જિનેશ્વરપણું પામવા યોગ્ય છે અને સમ્યગ્દર્શન રહિત મુનિવેશધારીઓને પણ સૌપ્રથમમાં પ્રથમ સમ્યગ્દર્શન પામવાં જેવું છે, કારણ કે તેના વગર મોક્ષમાર્ગ જ શરૂ થતો નથી એવો ઉપદેશ પણ છે. ૧૫૩ શ્લોક ૨૪૪ :- ‘‘આમ હોવાથી જ જિનનાથના માર્ગને વિશે મુનિવર્ગમાં સ્વવશ મુનિ (અર્થાત્ સમ્યગ્દર્શન સહિત સમતાધારી મુનિ) સદા શોભે છે; અને અન્યવશ મુનિ નોકરના સમૂહોમાં રાજવલ્લભ નોકર સમાન શોભે છે.’’ અર્થાત્ સર્વ સંસારીજનરૂપ નોકરોમાં તે રાજવલ્લભ અર્થાત્ ઊંચી પદવીવાળા નોકરની જેમ શોભે છે તેનાથી વધારે નહિ, અર્થાત્ તેવાં મુનિ પણ ઊંચી પદવીવાળા સંસારી જ છે એમ જણાવીને સમ્યગ્દર્શનનો જ મહિમા સમજાવેલ છે કે જે એકમાત્ર સર્વે જીવોને કર્તવ્ય છે. જ શ્લોક ૨૪૫ :- ‘મુનિવર દેવલોકાદિના ક્લેશ પ્રત્યે રતિ તો અને નિર્વાણનાં કારણનું કારણ (અર્થાત્ નિર્વાણનાં કારણરૂપ નિશ્ચયચારિત્રનું કારણ એવાં સમ્યગ્દર્શનના વિષય) એવા સહજ પરમાત્માને ભજો (અર્થાત્ જે સમ્યગ્દર્શનનો વિષય છે તેવો પરમ પારિણામિક ભાવ કે જે આત્માનું સહજ પરિણમન છે અને તેથી જ તેને સહજ પરમાત્મારૂપ કહેવાય છે કે જેમાં ‘હુંપણું’ કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે કે જે નિશ્ચય ચારિત્રનું કારણ છે, તેથી આ સમ્યગ્દર્શનના વિષયને નિર્વાણના કારણનું કારણ કહેવાય છે) કે જે સહજ પરમાત્મા પરમાનંદમય છે, સર્વથા (અર્થાત્ ત્રણે કાળે-એકાંતે) નિર્મળ જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણસ્વરૂપ છે અને નય-અનયના સમૂહથી (સુનયો તથા કુનયોના સમૂહથી અર્થાત્ વિકલ્પમાત્રથી) દૂર (અર્થાત્ નિર્વિકલ્પ) છે.’’ ગાથા ૧૪૫ : અન્વયાર્થ :- ‘‘જે દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) મન જોડે છે, તે પણ અન્યવશ છે; મોહાન્ધકાર રહિત શ્રમણો આમ કહે છે.'' અર્થાત્ ઉપર જણાવ્યા અનુસાર જે નિર્વિકલ્પ શુદ્ધાત્મા છે તેમાં જ ઉપયોગ લગાવવા જેવો છે અન્યથા નહિ. આ અપેક્ષાએ ભેદરૂપ વ્યવહાર હેય છે, તેનો ઉપયોગ વસ્તુનું સ્વરૂપ સમજાવવા માત્ર જ છે; જેમ કે દ્રવ્ય-ગુણ-પર્યાય અથવા ઉત્પાદ-વ્યય-ધ્રુવ અને અનંત ગુણો વગેરે; પરંતુ તે સર્વે ભેદો વિકલ્પરૂપ હોવાથી અને વસ્તુનું સ્વરૂપ અભેદ હોવાથી, ભેદરૂપ વ્યવહારથી વસ્તુ જેમ છે તેમ સમજીને ભેદમાં ન રહેતાં, અભેદમાં જ રમવાં જેવુ છે. અત્રે કોઈને વિકલ્પ થાય કે દૃષ્ટિનો વિષય તો પર્યાયથી રહિત દ્રવ્ય છે ને ?

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220