Book Title: Samyag Darshanni Rit
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Shailendra Punamchand Shah

View full book text
Previous | Next

Page 149
________________ ૧૪૪ સમ્યગ્દર્શનની રીત અર્થાત્ તું પણ તેને જ લક્ષમાં લે અને તેમાં જ “હુંપણું કર કે જેથી તું પણ આત્મજ્ઞાની તરીકે પરિણમી જઈશ અર્થાત્ તને પણ સમ્યગ્દર્શન પ્રગટ થશે; અર્થાત્ અત્રે સમ્યગ્દર્શનની રીત જણાવેલ છે. શ્લોક ૧૩૫ :- “મારા સહજ સમ્યગ્દર્શનમાં, શુદ્ધ જ્ઞાનમાં, ચારિત્રમાં, સુકૃત અને દુષ્કૃતરૂપી કર્મઠંદ્રના સંન્યાસકાળમાં (અર્થાત્ સમયસાર ગાથા ૬ અનુસારનો ભાવ અર્થાત્ જે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી એવો એક જ્ઞાયકભાવરૂપ) સંવરમાં અને શુદ્ધ યોગમાં (શુદ્ધોપયોગમાં) તે પરમાત્મા જ છે (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ બધાયનો આશ્રય - અવલંબન શુદ્ધાત્મા જ છે કે જે સિદ્ધસમ જ ભાવ છે); મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં બીજો કોઈ પણ પદાર્થ નથી, નથી.” અર્થાત્ દષ્ટિના વિષયની જ દઢતા કરાવેલ છે. શ્લોક ૧૩૬ :- “જે ક્યારેક નિર્મળ દેખાય છે, ક્યારેક નિર્મળ તેમ જ અનિર્મળ દેખાય છે, વળી ક્યારેક અનિર્મળ દેખાય છે અર્થાત્ શુદ્ધ નય(દ્રવ્યદ્રષ્ટિ)થી નિર્મળ જણાય છે, પ્રમાણદષ્ટિથી નિર્મળ તેમ જ અનિર્મળ દેખાય છે અને અશુદ્ધ નય(પર્યાયદષ્ટિ)થી અનિર્મળ દેખાય છે અને તેથી અજ્ઞાનીને માટે જે ગહન છે (એટલે જ ઘણાં લોકો આત્માને એકાંતે શુદ્ધ અથવા અશુદ્ધ ધારી લે છે અને બીજાં લોકો આત્માનો એક ભાગ શુદ્ધ અને એક ભાગ અશુદ્ધ એવી ધારણા કરી લે છે), તે જ કે જેણે નિજ જ્ઞાનરૂપી દીપક વડે પાપતિમિરને નષ્ટ કર્યું છે તે જ (અર્થાત્ જેણે પ્રજ્ઞાછીણી અર્થાત્ તીવ્ર બુદ્ધિ વડે સર્વ વિભાવભાવને ગૌણ કરીને જે પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા ગ્રહણ કર્યો છે અર્થાત્ તેમાં જ હુંપણું કર્યું છે અને તેમ કરતાં જ સમ્યગ્દર્શનરૂપ દીપ પ્રગટાવીને પાપતિમિરને નષ્ટ કર્યું છે, તે જ શુદ્ધાત્મા) સપુરુષોના (જ્ઞાનીના) હૃદયકમળરૂપી ઘરમાં (મનમાં) નિશ્ચયપણે સંસ્થિત છે (સારી રીતે સ્થિરતા પામેલું ગાથા ૧૦૨ : અન્વયાર્થ :- “જ્ઞાનદર્શનલક્ષણવાળો શાશ્વત એક આત્મા મારો છે; બાકીના બધા સંયોગલક્ષણવાળા ભાવો મારાથી બાહ્ય છે.” આ ભેદજ્ઞાનની ગાથા છે, તેમાં સમ્યગ્દર્શન માટેનું ભેદજ્ઞાન કઈ રીતે કરવું તે જણાવેલ છે કે જે “જોવા-જાણવાવાળો આત્મા છે તે હું અને અન્ય સર્વે ભાવો (શૈયો) તેમાં ગૌણ કરવાના હોવાથી જ તે ભાવો બાહ્ય કહ્યાં, કારણ કે તેનાથી જ ભેદજ્ઞાન કરવાનું છે. શ્લોક ૧૪૮ :- “તત્ત્વમાં નિષ્ણાત બુદ્ધિવાળા જીવના હૃદયકમળરૂપ અત્યંતરમાં (ભાવમનમાં) જે સુસ્થિત (સારી રીતે સ્થિરતા પામેલું) છે, તે સહજ તત્ત્વ (પરમ પારિણામિક ભાવરૂપ સહજ પરિણામી શુદ્ધાત્મા) જયવંત છે (તે જ સર્વસ્વ છે). તે સહજ તેજે મોહાંધકારનો નાશ કર્યો છે (અર્થાત્ દર્શનમોહનો ઉપશમ, ક્ષયોપશમ અથવા તો ક્ષય કરેલ છે) અને તે સહજ તેજ) (સમ્યગ્દર્શનનો વિષય) નિજ રસના ફેલાવથી પ્રકાશતા જ્ઞાનના પ્રકાશમાત્ર છે.”

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220