________________
૪૩:
. સફળતાનાં સોપાલઃ દુનિયામાં અંધાધુંધી પણ ફેલાવી શકે અને ધારે તે ધર્મનું સામ્રાજ્ય પણ સ્થાપી શકે.. બુદ્ધિને ઉપયોગ
માનવીને મળેલી બુદ્ધિ બેધારી તલવાર જેવી છે.
આંધળા સ્વાર્થની એક માત્ર દષ્ટિ એ બુદ્ધિમાં જ્યારે પ્રકટે છે, ત્યારે તે દુનિયામાં દાટ વાળી નાખે છે, અને એજ બુદ્ધિમાં જ્યારે પરમાર્થને પ્રકાશ પ્રકટે છે, ત્યારે તે દુનિયામાં ઉપકારક વાતાવરણ સર્જે છે.
તલવાર હોય પાણીદાર, પણ જે તે બરાબર પકડતાં તેમજ વાપરતાં ન આવડતી હોય તે શું થાય?
તેને પહેલે ભેગ, વાપરનાર જ બને ને?
એજ રીતે લેખાતે બુદ્ધિશાળી માનવી પણ જે પિતાની તે બુદ્ધિ વડે અલ્પ બુદ્ધિવાળાઓનું શોષણ કરતે રહે તે તેનું જીવતર ઝેર બની જાય.
બુદ્ધિમાને સ્વાર્થ માનવીને નીચે પાડે છે. અન્ય માને તરફનો તેને વર્તાવ નિષ્ફરતાપૂર્ણ બની રહે છે. અનુભવી પુરુષોએ સ્વાર્થને આંધળો કહ્યો છે તે સાવ સાચું છે.
આવા અંધાપાને ભોગ બનેલે માનવી, પવિત્રમાં પવિત્ર સંબંધને ઠોકર મારતાં પણ અચકાતા નથી. પિતાના માતાપિતા અને ઉપકારી ગુરુ કરતાં પણ તેને વધુ વહાલે પિતાને સ્વાર્થ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org