________________
વિશ્વશાન્તિ:
૧૦૦ :
તે દાળ-રોટલાની મીઠાશ પણ બેશો અને દૂધપાક-પુરી નહિ મેળવી શકે તે નફામાં.
ઉનાળાની ગરમીથી અકળાઈને શિયાળાને સાદ પાડનારા અને શિયાળે ઉનાળાને સંભારનારા નથી શિયાળાને લાભ મેળવી શક્તા કે નથી ઉનાળામાં ઠરીને બેસી શકતા, તેમ પ્રાપ્તસંગે વચ્ચે પિતાની જાત તેમજ મનને જે તમે બરાબર ગોઠવી નહિ શકે તે ગમે તેવી સાનુકૂળતા વચ્ચે પણ તમે સાચી શાન્તિ નહિ અનુભવી શકો, પરંતુ વધુને વધુ સાનુકૂળતાને વ્યામોહ તમારા જીવનવૃક્ષને હલાવી મૂકશે.
વ્યક્તિ કે વ્યક્તિઓના બનેલા સમુહનું એની જરૂરીઆતે તરફ પ્રમાણથી પણ અધિક ધ્યાન ખેંચીને તે જરૂરીઆતો મેળવવા માટે એને સાધનસંપન્ન માન સામે ઉશ્કેરી મૂકવાને જે અનૈતિક રાહ આજે આ દેશમાં તેમજ અન્યત્ર અપનાવાઈ રહ્યો છે તેનાથી જગતની પ્રજાઓની શાન્તિને મોટો ધક્કો પહોંચે છે.
હાલત તમારી ભલે ગમે તેવી હોય, પણ જો તમે તે હાલતમાં સંતોષથી રહેશે તે તમારા જીવનમાં શાન્તિ જરૂર અનુભવી શકશો. કદાચ પાપોદયવશાત્ તમને બે ટંકના ભજનને બદલે એકજ ટંકનું ભેજન મળે તે પણ તેને ઉહાપોહ શા માટે ? એક ટંકનું પણ મળ્યું તે છે ને? શું આ જગતમાં એવા પણ છે નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org