Book Title: Safaltana Sopan
Author(s): Kanakvijay
Publisher: Vishwamangal Prakashan Mandir Patan

View full book text
Previous | Next

Page 219
________________ રામરાજ્ય : ૧૭૮: - - દોરડાં જોઈશે. તે એ દેરડી જે તૈયાર હોય તે મને અપાવે કે જેથી આપનું કામ તરત પૂરું કરી શકું.” રાજસભામાં જઈને નગરશેઠે ઉપર મુજબ વાત રાજાને જણાવી. વાત સાંભળી રાજા સ્તબ્ધ બની ગયા. પરંતુ મંત્રી ખૂબ નીચવૃત્તિનો છે, એટલે તે રાજાને નવો નુસખે શિખવાડે છે. રાજા પણ કામમાં આંધળો છે એટલે મંત્રીની પગપાયા વગરની વાત સ્વીકારી લે છે. કૂવા લાવવાના મુદ્દામાં નાસીપાસ થએલો રાજા નગર શેઠને કહે છે કે, “કુંવરીબાના લગ્નમાં બળદના ઘીની જરૂર છે, માટે તે તમે ગમે ત્યાંથી લાવી આપો!” નગરશેઠ ઉદાસ ચહેરે ઘેર જાય છે, સઘળી વાત પિતાની વહુને કરે છે. વાત સાંભળ્યા પછી તેને થાય છે કે, “રાજાની સાન હજી ઠેકાણે આવી નથી. એ ગમે તે ભેગે મને પાડવા માંગે છે, જે ઠેઠ નગરશેઠના ઘર સુધી હાથ ઘાલવા તૈયાર થાય છે, તે સામાન્ય ઘરની વહ-બેટીઓની શી દશા ન કરે? માટે મારે તેને સમજના ઘરમાં લાવવું જ જોઈએ.” બધે વિચાર કરીને તેણે પિતાના સસરાને કહ્યું કે, કાલથી આપ રાજસભામાં જશે નહિ કે બહાર નીકળશે નહિ. બાકીનું બધું જ હું સંભાળી લઈશ.” નગરશેઠે રાજસભામાં જવાનું બંધ કર્યું. અહીં રાજા રે જ તેમની રાહ જુએ છે પણ નગરશેઠ દેખાતા જ નથી. છેવટે થાકીને રાજા પિતાના શઠ મંત્રીને શેઠને ઘેર મોકલે છે. મંત્રી આવીને જુએ છે તો વહુ સુંઠ ખાંડે છે, પાસે સુઆની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234