Book Title: Safaltana Sopan
Author(s): Kanakvijay
Publisher: Vishwamangal Prakashan Mandir Patan

View full book text
Previous | Next

Page 225
________________ રામરાજ્ય ૧૮૪: માટે શરમ અનુભવતા થઈ જશે! રામરાજ્ય માત્ર જીભ હલાવવાથી નહિ આવે, એના માટે સત્વસભર જીવન જોઈશે, આજે તમારા જીવનમાં સત્ત્વની પ્રધાનતા છે કે કે રજોગુણની? અરે! રજોગુણીને બદલે ઘણા તે આજે તામસ પ્રકૃતિના બનતા જાય છે. સ્વાર્થની નાની સરખી વાતમાં ક્રોધ કર એ તામસ પ્રકૃતિની નિશાની છે. નહિ ચર્ચવા જેવા પદાર્થોની ચર્ચા કરવી, અહંકારનું પોષણ કરવું. શેક પાપડ પણ ભાગવાની શક્તિ ન હોય અને બે હાથે મહાસાગર પાર કરવાની વાત કરવી એ રજોગુણ આત્માનાં લક્ષણ છે. સર્વપ્રધાન વ્યક્તિ તે દૂધમાં એકરૂપ થઈ જતી સાકર જેવી હોય. પોતાની નબળાઈની કબુલાતમાં તે નાનમ ન સમજે. પરનું દુઃખ તેને સ્વજનને દુઃખ જેટલું જ સાલે, નબળા વિચારે તેના મનની શેરીમાં લટાર મારવા માટે પણ ન નીકળી શકે. તે અશુદ્ર હોય, પ્રિયભાષી હોય, ઉદાર હોય, દીર્ધદષ્ટિવાળે હેય.પાપભીરૂને નીતિપરાયણ હોય દશરથજીના કુટુંબના બધા સભ્ય આવા સાત્વિક હતા. તમે કેવા છે? તે આત્મનિરીક્ષણની રુચિ કેળવશે તે તમને સમજાઈ જશે. ઘરના એરડા પણ સવાર-સાંજ સાફ કરવા પડે છે, તે પછી મન તેમજ અંતઃકરણની શુદ્ધિ માટે શું કાંઈ જ નહિ કરવાનું? તે પછી તમે રામરાજ્ય લાવી શી રીતે શકશે? તમે એમ તે ઈચ્છે છે ને કે કોઈ તમને હેરાન ન કરે ને પાપી ન કહે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234