________________
રામા:
૧૮૨
નીચે પટકાશે. સંભવ છે કે પૈસા મળતા હોય તે નીચે પટકાઈ પડવાને ભય પણ તમને ન હોય, પરંતુ એ નિર્ભયતા વીરની નથી, અસુરની છે.
દષ્ટિ સારગ્રાહી રાખો. જ્યાં ત્યાંથી નબળું ભેગું કરશે તે જીવન તમારું ઉકરડા જેવું બની જશે. સારા વિચાર અને તમારે સેંકડો ગાઉનું છેટું પડી જશે. રાતે પણ તમને ખરાબ સ્વમાં આવશે અને તમારું બધું બળ, પાપના પોટલા બાંધવા પાછળ જ બરબાદ થઈ જશે.
જ્યાં સુધી આ દેશની સ્ત્રીઓના આદર્શ તરીકે કાશલ્યા, સીતા, ઉર્મિલા વગેરે રહ્યાં ત્યાં સુધી અહીં સુરાજ્ય રહ્યું, રામરાજ્ય રહ્યું અને પરદેશી શિક્ષણ-સંસ્કાર તેમજ પ્રચારે જ્યારથી આ દેશમાં પગપેસારો કર્યો
ત્યારથી અહીંની સ્ત્રી, પુરુષસમેવડી બનવાની ઘેલછામાં દિનપ્રતિદિન વધુ પરાધીન બનતી જાય છે. પ્રાણ સાટે પણ શીલનું જતન કરવાની તેની ક્ષમતા ખેરવાતી જાય છે, તે જ રીતે મોટા ભાગના પુરુષે પણ વિચારમાં વહેંતિયા અને આચારમાં વામણા બનતા જાય છે. નહિતર દયાભાવભીને આ દેશના વાતાવરણને દેડકાં, વાંદરા, માછલા વગેરેના લેહીના વેપારની કમાણી વડે શણગારવાની ઘટ્ટતા કરનારા પ્રધાનો, પ્રધાનપદ ભોગવી શકે ખરાં ?
વાતાવરણ રામ-રાજ્ય વિરુદ્ધનું છે, એને તમારે સુધારવું પડશે. સુધારણા માટે તમારે સુધરવું પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org