Book Title: Safaltana Sopan
Author(s): Kanakvijay
Publisher: Vishwamangal Prakashan Mandir Patan

View full book text
Previous | Next

Page 210
________________ ૧૬૯૬ સફળતાનાં સોપાન? પારકી બહેન-દીકરીઓને જાહેર રંગમંચ ઉપર નાચતી કરવી તેમજ નફફટાઈના પ્રદર્શન સમા તે નાચમાં બનીઠનીને હાજર થવું તે લક્ષણ અનાર્યત્વનું છે. શીલ સંસ્કાર ભ્રષ્ટ જીવનનું છે. ઈન્દ્રિયેના ઘેડાને અંકુશમાં રાખવાનું સત્વ ખીલવવાને બદલે એ ઘડા જે તરફ ઘસડી જાય તે તરફ ઘસડાશે તે આલોકમાં પણ દુઃખી થશે અને પરલેક પણ બગાડશે! પાવરધા બને? પુણ્ય-પાપના હિસાબમાં પાવરધા બને! રોજ રાતે તેની ખતવણી કરો ! જમા બાજુની સદ્ધરતાને પૂરો ખ્યાલ રાખે! ઉધારનું પાસું વધે એમ ન જ ઈચ્છતા હે તે પરમાર્થમાં પાવરધા બને પિતાને તેડવા આવેલા ભરતને રામચંદ્રજીએ વિદાય વેળાએ શી શિખામણ આપેલી તે જાણે છે? એમ કે, ઉદાર બનજે, સાધુ પુરુષોને સાચવજે, સુકૃત આચરજે, પ્રજાના સ્વામીમાં જરૂરી સઘળા ગુણ કેળવજે, તારા સુખને ગૌણ ગણજે! પ્રજાના સુખને મુખ્ય રાખજે! પ્રજાવત્સલ રાજવીઓની પરંપરાને દીપાવજે! રાજ્યની તીરીની એક પાઈ પણ ન વેડફાય તેની તું પૂરતી કાળજી રાખજે. આવા ગુણવાળે રાજા પ્રજામાં પૂજાય તેમાં શી નવાઈ? રાજાના ગુણની વાત સાંભળીને એમ ન માની લેશે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234