________________
વિધાનિત:
૧૧૪
તલવારની મૂઠ ઉપરની રાજપુતની પકડ કેવી હોય છે તે તે તમે જાણે છે ને? તેજ રીતે મન ઉપરની તમારી પકડ પણ મજબૂત હેવી જોઈએ, કારણ કે તેની પાસેથી તમારે ઉપયોગી ઘણું કામ લેવાનાં છે એટલે જે તે જીવનના વિશ્વહિતકર પ્રવાહની મર્યાદા બહાર ચાલ્યું જશે તે તમારું જીવન દયાપાત્ર બની જશે. બહારથી જીવતા દેખાતા તમે, નવા-નવા જન્મની કાચી સામગ્રીના સર્જક બની જશે.
પિતાને મનગમતા પદાર્થની ચોરી, આજના માનવીને કેટલે એશાન્ત બનાવી મૂકે છે; કારણ કે સાચી શાન્તિનું યથાર્ય મૂલ્ય તે જાણતા નથી એટલે પિતાની વ્યક્તિગત નુકસાનીની પ્રતિક્રિયા તે, અશાન્તિ દ્વારા સમગ્ર વિશ્વને પહોંચાડે છે.
લાભાલાભ યા નિંદા-સ્તુતિની કાંકરી પડતાની સાથે ડહોળાઈ જાય એવાં, છીછાં તમારાં જીવન સરોવર ન બનાવશે. તેમાં સાગરની ગંભીરતા આણજે. જે તમારાં જીવન-સરોવર છીછરાં જ હશે તે સંગ્રહવા જેવા ગુણરૂપી મતીઓને તમે તેમાં સંગ્રહી નહિ શકે અને બહાર ફેંકી દેવા જેવા કાંટા-લીલ વગેરે અચૂક ત્યાં અઠ્ઠા જમાવશે
અણધારી આપત્તિ આવી જાય ત્યારે બેબાકળા બનીને તમે તે આપત્તિની જ ઈજજત વધારતા હો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org