Book Title: Sadhak Sathi Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 5
________________ આઠમી આવૃત્તિ પ્રસંગે.... આનુષંગિક ઉદ્બોધન ઈ. સ. ૧૯૭૫ માં આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જ તે સમાજની સેવામાં સાત્વિક, સંસ્કારપ્રેરક, રસપ્રદ, અને અભ્યાસી સાધકોને વિશેષપણે ઉપયોગી થાય તેવું સાહિત્ય નિરંતર પીરસતી રહી છે. અમોને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી, અંગ્રેજી, હિંદી અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં થઈને લગભગ ૪૫ ઉપરાંત નાના-મોટા ગ્રંથો બહાર પાડવામાં આવ્યા છે; જેની યાદી આ ગ્રંથમાં અન્યત્ર આપેલ છે. ભાવિમાં પણ હિંદી-અંગ્રેજીમાં નાની નાની જીવનોપયોગી પુસ્તિકાઓ, વિશેષપણે નવી પેઢીને રોજબરોજના જીવનમાં વધારે ઉપયોગી થાય તેવી, પ્રકાશિત કરવાની અમારી ભાવના છે. આ ગ્રંથની આ આઠમી આવૃત્તિ પ્રગટ થાય છે અને તેની નિરંતર માંગ રહ્યા કરે છે; જે તેની બહુમુખી અને વિસ્તૃત ઉપયોગિતાનું સૂચક છે. તેનું અંગ્રેજી ભાષાંતર ‘Aspirant's Guide' ના નામથી બહાર પડેલ છે અને હિંદી ભાષામાં પણ તેને પ્રકાશિત કરવાની કાર્યવાહી ચાલે છે. વાચકમિત્રોને પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના વાંચવા ભલામણ છે; જેમાં ગ્રંથ વિષે સર્વતોમુખી પ્રકાશ પાડેલ છે. આવું સાત્વિક અને જીવનને ઉન્નત બનાવવામાં ઉપયોગી સાહિત્ય વધુ અને વધુ લોકો સુધી પહોંચે તેવી અમારી ભાવના છે; જેથી દેશ અને દુનિયાને ભવિષ્યમાં વધુ સારા નાગરિકો પ્રાપ્ત થાય. આ સત્કાર્યમાં સૌનો સહયોગ મળી રહેશે તેવી ભાવના અસ્થાને નહીં ગણાય એમ માનીએ છીએ. Jain Education International વિનીત સાહિત્ય પ્રકાશન સમિતિ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 346