Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 15
________________ શ્રી સદ્ગ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ યથાતથ્ય છે તેમ માનવ. તેમની શિક્ષાની કોઈપણ પ્રકારે વિરાધના થઈ હોય તો તે માટે પશ્ચાત્તાપ કરવાનો છે અને ફરીને ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. પુરુષોના અદ્ભુત યોગ સ્કુરિત ચારિત્રામાં ઉપયોગને પ્રેરવાનું રાખવાનું છે. વળી જયાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો આત્મ-ધર્મ છે, તેમાં જ ઉપયોગને રાખવો એ જ સાધના છે. વિશેષપણે આત્મસાક્ષાત્કાર કરવા માટે પુરુષના આશ્રમમાં રહી તેની આજ્ઞા પ્રમાણે ચાલવું એ જ આત્મલક્ષી સાધના છે. (૧૦) જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છંદ વર્તનાથી મુક્ત થયા નથી, પણ આખ પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. (પ.-૪)/પા.-૧૭૧). ( વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું-આ ગુણો જેનામાં હોય તે તત્ત્વ પામવાને ઉત્તમ પાત્ર છે. આપણે આવી પાત્રતા કેળવવાની છે. આ પાત્રતા આવવાથી આપણામાં રહેલ સ્વચ્છેદ નાશ પામે છે અને એમ થવાથી વીતરાગ દ્વારા, આપ્ત પુરુષ દ્વારા કહેવામાં આવેલ બોધને અનુસરવાની શક્તિ આપણામાં આવે છે અને તેના દ્વારા યથાર્થપણે સાધના કરવાથી જીવાત્મા એટલે કે આપણે મુક્તિના પંથે ચાલવા માંડીએ છીએ અને છેવટે સંપૂર્ણ વિતરાગતા પ્રગટ કરીને મુક્ત થઈ શકીએ છીએ. તો એ પ્રમાણે કરવા લાગી જઈએ. (૧૧) નિરંતર પુરુષની કૃપા દૃષ્ટિને ઈચ્છો; અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે. (પ.-૪૧/પા.૧૭૬). જો આપણે મુક્ત થવું હોય તો નિરંતર સપુરુષની કૃપા દૃષ્ટિ આપણા ઉપર વરસતી રહેવી જોઈએ એટલે કે આપણે આત્મસાધનાનો પુરુષાર્થ કરતા રહીએ અને જ્યાં આપણે અટકી પડીએ કે અવરોધ આવે ત્યારે આપણને તેમનું અમૂલ્ય માર્ગદર્શન મળતું રહે કે રહેવું જોઈએ. કોઈપણ પ્રકારે શોકગ્રસ્ત થવાનું છોડી દેવાનું રાખો એ જ ભલામણ પ.કૃ.દેવ અહીં કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106