Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય
(૧૫) પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે; પણ તે ધ્યાવન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂર્વ યોજના સપુરુષના અંતરમાં રહી છે. શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. તેનાં બે સાધન છે : સગુરુ અને સત્સંગ (પ.-૬૨/પા.૧૮૮,૧૮૯)
પરમાત્માનું-વીતરાગનું ધ્યાન કરવાથી પરમાત્મસ્વરૂપ બની જવાય છે, પણ તે પ્રકારનું ધ્યાન જીવાત્માને પુરુષની આશ્રયભક્તિ કરવારૂપ વિનય વિના પ્રાપ્ત થઈ શકતું નથી-આ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. હાલમાં ભરતક્ષેત્રમાં શુક્લધ્યાનનું ધ્યાવન થઈ શકતું નથી. તે ધ્યાનની પરોક્ષરૂપે શુક્લપરિણતિ થઈ શકે છે. પણ મોક્ષમાર્ગની અનુકૂળતા તો ધોરી માર્ગે પ્રથમ ધર્મધ્યાનથી જ થઈ શકે છે. સાતમાં ગુણસ્થાનક સુધી ધર્મધ્યાનનું જ ધ્યાવન થાય છે. ત્યારબાદ શ્રેણી માંડતાં શુક્લધ્યાનનું ધ્યાવન થઈ શકે. પણ તેના દાતા હાલમાં ભરત ક્ષેત્રમાં નથી. એટલે જ ૫.કુ. દેવે અપૂર્વ અવસરમાં પણ કહ્યું છે કે “પ્રભુ આજ્ઞાએ જાશું સ્વરૂપ સ્વદેશ રે'.
નિશ્ચયથી જેવું આત્મસ્વરૂપ છે તેની યથાવત્ જાણકારી તો સપુરુષના અંતરમાં રહેલી છે. તેમના દ્વારા જ જાણકારી મેળવી, સાધના દ્વારા તેને પ્રાપ્ત કરી શકાય છે. સદ્ગુરુ અને તેમનો સત્સંગ કરવાથી જીવાત્મા સાધના દ્વારા નિશ્ચયને પ્રાપ્ત કરી શકે છે. સાધના માર્ગ દ્વારા સાધના કરતાં શ્વાસોચ્છવાસનો જય છે અને તેથી વાસનાઓનો જય કરી શકાય છે. એટલે તેના બે સાધન સદ્ગુરુ અને સત્સંગ કહ્યા છે. (૧૬) બીજું કાંઈ શોધમાં માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વન્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org