Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ
૮૭ પ્રત્યેનો અધ્યાસ છૂટી જાય તો આત્મા મુક્ત બની જાય એટલે ફરીથી આ શરીર ન જોઈતું હોય તો દેહાધ્યાસનો જ ક્ષય કરવાનો છે. તેમ થતાં રાગદ્વેષ પરિણતિ થવાનો પ્રસંગ ઊભો થવાનો નથી. રાગદ્વેષ ઊભા થતા નથી તો તે વીતરાગદશા પ્રગટવાનું કારણ બની જાય છે. વીતરાગતા એ મોહનીય કર્મના ક્ષય સાથે બાકીના ઘાતકર્મોનો ક્ષય જણાવે છે. જેથી બાકીનો સમય આયુષ્ય હોય ત્યાં સુધી આ શરીરમાં રહેવું પડે છે. પછી તેનો પણ ત્યાગ થઈ જાય છે. (૨૨) “જ્યાં સુધી ભેદજ્ઞાનથી, સ્વજાગૃતિ ન રહે ત્યાં સુધી સ્વરૂપજ્ઞાન ક્યાંથી થાય ?"
વૈરાગ્ય-ઉપશમ પ્રગટવાથી વિવેક પ્રગટે છે તે છે. તે વિવેક દ્વારા જીવ ભેદજ્ઞાન યથાવત્ કરવાની શક્તિ મેળવે છે. ભેદજ્ઞાનથી સ્વ અને પરને જુદા પાડવાનો, તેના ગુણો લક્ષણો સમજીને કરી શકાય છે. જેમ જેમ ભેદજ્ઞાનથી સ્વની જાગૃતિ વધતી જાય તેમ તેમ જીવ સ્વરૂપજ્ઞાન તરફ આગળ વધતો જાય છે અને સ્વરૂપજ્ઞાન થતાં પોતાના સુખ અને શાંતિને અનુભવે છે. (૨૩) “જ્યાં સુધી તમારા મગજમાં સંસાર ભર્યો છે, ત્યાં સુધી તમારી અંદરની મુડીની ખબર નહીં પડે.”
જ્યાં સુધી અંતરમાં કષાયોરૂપ-ગ્રંથિઓ રૂપ સંસાર ભરેલો પડ્યો છે ત્યાં સુધી દેહની શાતા-અશાતાના વિચારોમાં જ સમય પસાર થતો રહે છે, અને ત્યાં સુધી બાહ્ય વૈભવરૂપ સંપત્તિ તરફ જ દૃષ્ટિ રહેલી છે. તેથી આપણામાં રહેલી આપણી અઢળક આત્મિક વૈભવની મૂડીની ખબર કેમ પડે ? બાહ્ય વૈભવ તરફનો રાગભાવ તૂટે તો જ આંતરિક સંપત્તિ જોવારૂપ અવકાશ જીવમાં પ્રગટી જાય છે. અને અનંત શક્તિનો પુંજ પોતાની અંદર ભરપૂર છે તેમ જાણ થતાં બાહ્ય વૈભવની તુચ્છતા સમજાય છે. તેથી તેના તરફની રુચિ, તે જ સુખના કારણ છે એવો ભાવ તૂટી જાય છે અને સ્વ-રુચિ તેમજ પોતાના સાચા સુખ તરફ ભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org