Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય
૮૯
સમર્થ થઈ શકતો નથી. જો તે પોતાના આડો જે સ્વાર્થનો પાટો બાંધેલો છે તેનો ત્યાગ કરે, દૂર કરે તો સાચી વસ્તુ સ્થિતિ શું છે તે તરફ દૃષ્ટિ જાય અને તેને મેળવવા માટે પુરુષાર્થ આદરી શકે તો તેના માટે પરમાર્થ માર્ગનું આરાધન કરવાનું શક્ય બની શકે. મોક્ષમાર્ગનો દરવાજો ખુલી જાય. (૨૬) “કદાચ સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ જાય તે શક્ય છે, પરંતુ લોભી માણસને મોક્ષમાર્ગ અશક્ય છે.”
અહીં એક અશક્ય વાત દર્શાવી, કહ્યું કે માનો કે, કદાચ તેમ બની જાય, પરંતુ જે લોભી માણસ છે, લોભને વશ થયેલો છે, તેનો ત્યાગ કરી શકતો નથી ત્યાં સુધી તેને મોક્ષમાર્ગ પ્રાપ્ત થવો અશક્ય કહ્યો છે. લોભી માણસને આત્મ સંપત્તિમાં રસ હોતો જ નથી. તેને તો ફક્ત બાહ્ય ધનાદિ સંપત્તિને જ વધારવાનો લોભ વધતો હોય છે, તે લોભને કેવી રીતે છોડી શકે ? જ્યાં સુધી લોભ ન છૂટી શકે ત્યાં સુધી કષાયની હાજરી રહે છે અને કષાયની હાજરીમાં મોક્ષમાર્ગમાં આગળ વધવા મળે નહીં, સંસારમાં રઝળવાનો માર્ગ પ્રાપ્ત છે. (૨૭) “આત્મા અમર છે, તેવી સાચી સમજણ આવે તો અંદરથી ભય જાય.”
આત્મા એક દ્રવ્ય છે અને દ્રવ્યનો ક્યારેય નાશ થતો નથી, તેથી દરેક દ્રવ્ય ટાણે કાળ રહેવાવાળા, તેમજ આત્મા પણ ત્રણે કાળ રહેવાવાળો છે, તેથી અમર છે, તેનો નાશ ક્યારેય થઈ શકે નહીં. આ પ્રકારની સમજણ અંતઃકરણમાં સ્થિર થાય તો અંદરથી મૃત્યુનો ભય નાશ પામી જાય. (૨૮) “આપણામાં ભ્રાંતિ છે, અજ્ઞાન છે, અવિદ્યા છે. ત્યાં સુધી આપણને મૃત્યુનો ભય લાગે છે.”
આપણે જે સ્વરૂપે રહ્યા નથી તે સ્વરૂપને પોતાનું માનવારૂપ ભ્રાંતિ રહેલી છે, તેને જ અજ્ઞાન કહેવામાં આવે છે, તેને જ અવિદ્યા કહેવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org