Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
૫૬
. .
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય
મુક્ત થાય છે. (પા.૬૦૬/૬૦૭)
મનુષ્યપણું, જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે. (પા.-૬૦૭)
આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવોને પુરુષોનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સપુરુષનાં વચનનું અથવા સશાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. (પ.-૭૮૩, પા.-૬૦૭)
સર્વથા દુઃખથી મુક્ત થવાનો ઉપાય સપુરુષના સમાગમથી પ્રાપ્ત થાય છે અને તે પ્રમાણે આરાધન કરવાથી મુક્ત થવાય છે. વળી આગળ કહ્યું છે કે જીવને ચાર કારણો મળવા મુશ્કેલ છે. તે ચારેય કારણોમાંથી પ્રથમના બે કારણોની પ્રાપ્તિ આપણને પૂર્વ પુણ્યયોગના કારણે થઈ છે. ત્રીજા કારણમાં જે માર્ગ બતાવ્યો છે તે પર પ્રતીતિશ્રદ્ધા, અતૂટ શ્રદ્ધા લાવીને પુરુષાર્થ કરવાનું આપણા હાથમાં છે. તો તે પ્રમાણે આચરણ યથાવત્ થઈ શકે તો આત્મરણતારૂપ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, તો તે માટેનો યથાર્થ પુરુષાર્થ કરીને આત્મરણતારૂપ સ્થિતિ પ્રાપ્ત કરી લઈએ તો આ ભવમાં મળેલો સપુરુષનો-સદ્ગુરુનો યોગ સફળતાને પામી શકે અને આપણા માટે એ જ કર્તવ્યરૂપ પણ છે.
વળી સપુરુષોનો સમાગમ અને તેમના મુખારવિંદથી સલ્ફાસ્ત્રનું શ્રવણ કરવું તે વિશેષપણે હિતકારી થાય છે. પણ આ યોગ મળ્યા પછી પણ હજી આરંભ-પરિગ્રહ પ્રત્યે વિશેષ વૃત્તિ વર્તતી હોય તો સપુરૂષની વાણી ભલે આપણે સાંભળીએ પણ પરિણમન કરવું અતિ અતિ-કઠણ થઈ પડે છે. માટે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને પાછી વાળવી મુમુક્ષુ માટે હિતકારી છે. (૫) ઉપરના અનુસંધાને જ આ વાત કહી છે કે :- પુરુષના વચનનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org