Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય
સત્સમાગમ મળવો જીવને બહુ કઠણ કહ્યો છે. પણ જેમ ગ્રીષ્મઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને વૃક્ષની શીતળ છાયા શાતા આપે છે, તેમ મુમુક્ષુને સત્પુરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારીરૂપે પરિણમે છે. આવો યોગ પામવો શાસ્ત્રોમાં દુર્લભ બતાવ્યો છે.
(૧૦૦) શુદ્ધ સાન વગરના આ જીવને કોઈપણ યોગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઈચ્છા પ્રાપ્ત થાય અને નિઃસ્પૃહ પરમપુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન આવવું યોગ્ય છે. (પ.-૮૧૨/પા.-૬૧૪)
૫૯
સામાન્યપણે જીવ સંસારભાવોના જમેલામાં ફસાયેલો હોવાથી તેની બુદ્ધિ પણ મલિન થયેલી હોય છે. આ જીવને યોગના સહારે શુભેચ્છા ઉત્પન્ન થાય અને કલ્યાણ કરવાની ઈચ્છા થાય અને જો નિઃસ્પૃહ એવા પરમ પુરુષ-ઉત્કૃષ્ટ જ્ઞાનીપુરુષનો યોગ બની આવે તો આ જીવને ભાન પ્રગટી શકે, નહિંતર નહીં.
(૧૦૧) કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે, પણ તે કોઈક જીવને સમજાય છે. મહત્ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. (પ.-૮૧૬/પા.-૬૧૫)
જો જીવને સંસારના સર્વ પ્રકારના દુઃખનો નાશ કરવો હશે તો જેમ સત્પુરુષો અંતર્મુખ થઈને દુઃખોનો અંત કરી શકે છે, તેમ પુરુષાર્થ કરી સર્વ દુ:ખ ક્ષય કરી શકાશે. પણ આ વાત કોઈક જીવ જ સમજી શકે છે. પોતાનું મહત્ પુણ્ય હોય, સાથે પોતાની મતિ, બુદ્ધિ વિશુદ્ધ બનેલી હોય, વૈરાગ્ય પણ તીવ્રપણે પ્રગટેલ હોય અને આવી પાત્રતા સાથે સત્પુરુષનો સમાગમ કરવામાં આવે તો સર્વ દુ:ખ ક્ષયનો ઉપાય સમજાય છે. નહિંતર નહીં.
(૧૦૨) સદ્ભુતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે. (૫.-૮૨૫/પા.-૬૧૮) સત્ક્રુતની પ્રાપ્તિ કરી ઘણા લાંબા કાળ સુધી તેનો સ્વાધ્યાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org