Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ પોતા વિષે વિચારવાનો અને અંતર્મુખ થવાનો પુરુષાર્થ કરવો એ જ આ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. માટે પરમ નિવૃત્તિનું સેવન થાય તેવું આયોજન કરવાનો જ પુરુષાર્થ હોવો જોઈએ અને તે મેળવી અંતર્મુખ થવાનો જ પુરુષાર્થ કરવો જોઈએ. (૧૧૨) જ્ઞાનીને ઓળખો; ઓળખીને એઓની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે. જ્ઞાનીઓ જગતને તૃણવત્ ગણે છે, એ એઓના જ્ઞાનનો મહિમા સમજવો. (ઉ.નો.-૧૬/પા.-૬૬૯)
જ્ઞાનીને તેમનામાં પ્રગટ આત્મજ્ઞાનની સ્થિતિ વડે ઓળખો. એ ઓળખાણ થઈ જાય તો પછી સંપૂર્ણ આશ્રયપણે રહી તેમની આજ્ઞાનું આરાધન કરવાનું રાખો, કારણ કે તેઓની એક પણ આજ્ઞા યથાવત્ આરાધવામાં આવે તો પણ જીવનું કલ્યાણ થઈ જાય તેવું જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું માહાભ્ય છે. વળી આત્મજ્ઞાની પુરુષો તે જગત અને જગતમાં રહેલા પદાર્થોને આત્માની અપેક્ષાએ તૃણવત્ ગણતા હોય છે. તેની કોઈ કિંમત કે માહાભ્ય તેમના આંતર હોતું નથી. એ જ એમના જ્ઞાનનો મહિમા છે, અતિશય છે. એમ સમજો. (૧૧૩) સ્વચ્છેદે, સ્વમતિ કલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે. (ઉ.નો-૩૫/પા.-૬૭૭)
પોતાના સ્વચ્છેદ વડે પોતાની બુદ્ધિમાં કલ્પનાઓ ઉગાડીને સદ્ગુરુની આજ્ઞા વગર ધ્યાન કરવું તે માત્ર તરંગરૂપ છે. તેનું પરિણામ આત્મલક્ષે આવતું હોતું નથી. ઉપરથી કલ્પનાના સહારે કરવાથી કર્મબંધન થયા કરે છે. જ્યારે જ્ઞાની બતાવે અને કહે ત્યારે જ ધ્યાનનો અભ્યાસ કરવો, ત્યાં સુધી પોતાની પાત્રતા યોગ્યતા વધારવાનો જ પ્રયત્ન-પુરુષાર્થ કરવો એ જ નજીકના ભવિષ્યમાં સંસારનો નિવેડો લાવવા માટે ઉપયોગી થાય તેમ છે, માટે તેમ વર્તવું. (૧૧૪) અજ્ઞાન તિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાક્યા;
નેત્રમુન્મીલિતં યેન તસ્મ શ્રી ગુરવે નમઃ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106