Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 74
________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય વિષયાદિનું તુચ્છપણું લાગે છેઅને તે પ્રકારે સંસારનું બળ ઘટે છે; અર્થાત્ જ્ઞાની પુરુષના બોધમાં આવું સામર્થ્ય છે. (પા.-૬૯૧) દુરાગ્રહ મુકાવવાને માટે જ્ઞાની પુરુષો કહે કે, “મૂકી દે'; તારી અહંવૃત્તિએ કર્યું હતું તે મૂકી દે. અને જ્ઞાની પુરુષોની આજ્ઞાએ તેમ કર.' અને તેમ કરે તો કલ્યાણ થાય. (પા.-૬૯૨) નિગ્રંથ ગુરુ એટલે પૈસા રહીત ગુરુ નહીં, પણ જેની ગ્રંથિ છેદાઈ છે એવા ગુરુ. સદ્ગુરુની ઓળખાણ થાય ત્યારે વ્યવહારથી ગ્રંથિ છેદવાનો ઉપાય છે. (પા.-૬૩) - (ઉ.છા.-૪) (૧૧૮) સત્ સાધન કરવા માટે જે કાંઈ બતાવ્યું હોય તે સાચા પુરુષના આશ્રયે તે પ્રકારે કરવું તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છેદ મટે....જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણો પ્રગટે છે. (પા.-૬૯૬) જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જુઓ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. એમ સત્સંગ, સપુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે...જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ ને પુરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં. (ઉ.બા.-પ/પા.-૬૯૬) (૧૧૯) જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોધાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. (પા.-૬૯૯)... જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય; પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદ, અહંભાવ-રહિતપણું વિચારે, તો પુરુષના આશ્રયથી કલ્યાણ થાય. (પા.-૭00)... સત્પુરુષનો આશ્રય ન હોય, તો લૌકિકભાવમાં જવાનો સંભવ રહ. (પા.-૭૦૧) - (ઉ.છા.-૬) (૧૨૦) જ્ઞાનીના ઉપદેશને વિષે અભુતપણું છે, તેઓ નિરિચ્છાપણે ઉપદેશ દે છે. સ્પૃહારહિત હોય છે. ઉપદેશ એ જ્ઞાનનું માહાત્મ છે, માટે સહેજે માહાભ્યને લઈને ઘણા જીવો બૂઝે છે. (ઉ.બા.-પા.-૭૦૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106