Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
૬૮
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત જ્ઞાની પુરુષોનું માહાભ્ય લાગે...તરવાના કામી હોય, અને સદ્ગુરુ મળે, તો કર્મ ટળે. સદ્ગુરુ કર્મ ટાળવાનું કારણ છે. (પા.-૭૧૯/ઉ.છા.-૧૦). (૧૨૪) સપુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં, પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. (પા-૭૨૦)..સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. (પા.-૭રર)....અનુભવી વૈદ્ય તો દવા આપે, પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; તેમ સદ્ગુરુ અનુભવ કરીને જ્ઞાન રૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે....સાચા પુરુષની આજ્ઞા આરાધે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે. (પા.-૭૨૪) મનુષ્ય અવતાર મળ્યો છે ને સદાચાર નહીં સેવે, તો પસ્તાવાનું થશે. મનુષ્ય અવતારમાં પુરુષનું વચન સાંભળવાનો, વિચારવાનો યોગ મળ્યો છે. પુરુષના વચન વગર વિચાર આવતો નથી; વિચાર વિના વૈરાગ્ય આવે નહીં, વૈરાગ્ય, વિચાર વગર જ્ઞાન આવે નહીં. આ કારણથી સપુરુષનાં વચનો વારંવાર વિચારવા. (પા.-૭૨૫)....લોકલાજ, પરિગ્રહ આદિ શલ્ય (કાંટા) છે. એ શલ્યને લઈને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને પુરુષના વચનરૂપી ટાંકણે કરી તડ પડે તો પાણી ભભકી ઊઠે. જીવના શલ્ય, દોષો હજારો દિવસના પ્રયત્ન પણ જાતે ન ટળે, પણ સત્સંગનો યોગ એક મહિના સુધી થાય, તો ટળે; ને જીવ રસ્તે ચાલ્યો જાય. (પા.-૭૨૬/ઉ.બા.-૧૧) (૧૨૫) સત્પુરુષો પરજીવની નિષ્કામ કરુણાના સાગર છે. (પા.૭૩૦)....જે જ્ઞાનીપુરુષના વચનથી આત્મા ઊંચો આવે તે સાચો માર્ગ, તે પોતાનો માર્ગ. (પા.-૭૩૧). (ઉ.બા.-૧૩) (૧૨૬) જેને એ ભ્રમ ભાંગી ગયો છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃત ભોજન જમે તે કાંઈ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ, ભમબુદ્ધિ માટે તે કાંઈ છાનું રહે નહીં. (પા.-૭૩૨)....જ્ઞાની સર્વિચારોરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કૂંચીઓ હજારો તાળાને લાગે છે...સપુરુષના વચનોનું આસ્થા સહિત શ્રવણ મનન કરે તો સમ્યકત્વ આવે. તે આવ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org