Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 66
________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય ૫૭ શ્રવણ, તેની પ્રતીતિ અને તેની આજ્ઞાએ પ્રવર્તતા જીવ સાચા ચારિત્રને પામે છે, એવો નિઃસંદેહ અનુભવ થાય છે. (પ.-૭૮૪/પા.-૬૦૭). (૯૬) હે મુનિઓ ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાનો સતત ઉપયોગ સિદ્ધ કરવો યોગ્ય છે. જેમણે જગતસ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. જે મૃતથી અસંગતા ઉલ્લસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. (પ.-૭૮૬/પા.-૬૦૮). આત્મસાધન-દ્રવ્યથી હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું. કાળથી હું અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ભાવથી હું શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. આ ચારેયથી હું કેવો છું તેની વિચારણા કરીને અસંગ બનવાનો અને અસંગપણે વિચરવાનો સતત ઉપયોગ સિદ્ધ કરી લેવો એ જ યોગ્ય છે. જેઓ જગત અને જગતના ભાવોની સ્પૃહનો ત્યાગ કરે છે અને જ્ઞાનીએ પ્રરૂપેલ માર્ગનો આશ્રય કરે છે તે અવશ્ય અસંગતાને-અસંગ ઉપયોગને પ્રગટ કરી લે છે. અસંગતા પ્રગટાવવા માટે ઉદાસીનતા અંતરમાં પ્રગટાવવી ખૂબ જ અગત્યની છે. ઉદાસીનતાથી જે અસંગતા પ્રગટે છે. અસંગતા એ જ પોતાનો આત્મસાક્ષાત્કાર છે એમ કહેવામાં આવ્યું છે. જે શ્રત સાંભળવાથી આપણા અસંગપણાના ભાવો ઉલ્લસિત થાય, ઉલ્લાસ પામે તેનો પરિચય કરવો તે કર્તવ્યરૂપ છે. (૭) પારમાર્થિક કરુણાબુદ્ધિથી નિષ્પક્ષપાતપણે કલ્યાણનાં સાધનના ઉપદેખા પુરુષનો સમાગમ, ઉપાસના અને આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. (પ.૭૫/પા.-૬૧૦) પોતાને પરમાર્થની પ્રાપ્તિ થઈ છે તેવા જ્ઞાનીપુરુષો પોતાને પ્રગટ આત્મિક સુખ બીજા જીવો પણ પ્રાપ્ત કરે તેવા પ્રકારની કરુણાબુદ્ધિથી, કોઈપણ જાતના પક્ષપાત વગર પોતે જેના વડે કલ્યાણ પ્રાપ્ત કર્યું છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106