Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
૫૪
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય યોગ મળી આવ્યો છે, તો હવે તેમના જે આત્મિક ગુણોની પવિત્રતા, તેમનું સમ્યફ આચરણ, તેમનામાં પ્રગટેલી શાંતિ, ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપ પરિણામ અને વિચરે ઉદયની સ્થિતિમાં રહી નિવૃત્તિને ભજતા જ્ઞાનીના સંસર્ગ, તેમની આશ્રયભક્તિથી મુમુક્ષુમાં રહેલ અશુભ વૃત્તિઓ પરાવર્તિત થઈ શુભવૃત્તિમાં ફેરવાઈને પછી સ્વરૂપ તરફ આગળ વધવા માંડે છે. તો તેમ કરી આપણને પ્રાપ્ત થયેલ યોંગને સફળ બનાવી લેવો એ જ એક કર્તવ્ય રૂપ વાત છે. (૯૦) મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગ સન્મુખ કરવાની છે. (પ-૭૫૭/પા.-૫૮૨)
જે મહાત્મા છે, જેમણે ગ્રંથિભેદ કરેલો છે, સહજપણે આત્મસ્વરૂપમાં સ્થિર રહેલા છે, તેવા પુરુષ નાની સરખી પ્રવૃત્તિ કરે તો પણ તે પ્રવૃત્તિ એવી હોય છે કે તે પોતાને મોક્ષમાર્ગની સન્મુખ રાખે છે અને પરબીજા જીવોને પણ મોક્ષમાર્ગ સન્મુખ થવાની પ્રેરણા આપવા રૂપ રહેલી હોય છે. જો આપણી દૃષ્ટિ તેમના સન્મુખ રહેલી હોય તો આપણું કાર્ય સહજપણે થઈ જાય તેમાં શંકા જેવું છે જ નહીં. (૯૧) સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરહિત છે. વીતરાગ સન્માર્ગ તેનો સદુપાય છે. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્રની એકત્રતા તે “મોક્ષમાર્ગ છે. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગ પદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે. સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને સર્વજ્ઞ ઉપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્ત્વ પ્રતીતિ પ્રાપ્ત થાય છે. સર્વ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સર્વ મોહ અને સર્વ વિર્યાદિ અંતરાયનો ક્ષય થવાથી આત્માનો સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ પ્રગટે છે. નિગ્રંથ પદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞ ઉપદિષ્ટ ધર્મ છે. (પ.૭૬૨/પા.-૫૮૫)
આ વચનો ઉપર ખૂબ જ વિચારણા કરવાથી આપણે આપણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org