Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 39
________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય થયે ભક્તિ ઊગે છે, અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. (૫.-૨૨૩/પા.-૨૭૬) 30 જ્યારે સાધકને પરમાત્મા અને જ્ઞાનીપુરુષ કે સદ્ગુરુ, એ બન્નેમાં કે ઐક્યભાવ પ્રગટે છે, ત્યારે તેની ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ બને છે. એટલે કે જીવાત્મા પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકે છે. એ જ ભક્તિ માટે એમ સૂચના કરે છે કે જ્ઞાનીપુરુષની ભક્તિ-આજ્ઞા પાળવારૂપ સંપૂર્ણ તૈયારી થાય ત્યારે પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ પોતાના હૃદયમાં પ્રગટ થાય છે. (૩૯) વિરહ પણ સુખદાયક માનવો. વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. (૫:-૨૪૬/પા.-૨૮૪) જ્ઞાનીપુરુષની પ્રાપ્તિ થયા પછી તેમનો વિરહ રહેતો હોય, તેમનાથી દૂર રહેવું પડતું હોય તો તેને પણ સુખદાયક માનવો, કારણ કે તે પ્રમાણે થવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવા માટેની ઝરણા તીવ્ર બને છે અને તેના ફળ રૂપે હરિ (આત્મા)ની પ્રાપ્તિ થાય છે. માટે સંતના વિરહનું ફળ પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ થાય છે. (૪૦) ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સત્તા ચરણમાં રહેવું. (૫.-૨૯૯/પા.-૩૦૬) જીવે સાધનાનું ફળ મેળવવા માટે જે કાંઈ ક્રિયા, જપ કે તપ અથવા શાસ્ત્ર વાંચન કરવાનું છે તેથી જગત, જગતભાવોની વિસ્મૃતિ કરતા જવાનું છે અને જેટલી બને તેટલી સત્પુરુષ-સદ્ગુરુની આશ્રયભક્તિ સ્વીકારીને ચાલવાનું છે. તો જ સાધના પરિણામલક્ષી બની શકે. (૪૧) સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીના ચરણસેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. (પ.-૩૧૫/પા.-૩૧૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106