Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય
અને લક્ષણ છે, તેમ જ્ઞાનીપુરુષ કે સત્પુરુષ પોતાનાં લક્ષણો વડે અજ્ઞાનીથી જુદા પડે છે. સત્પુરુષને નિશદિન આત્માનો ઉપયોગ રહે છે, તેમનું કથન અદ્ભૂત અને અનુભવમાં આવે તેવું હોય છે; તેઓ જે કહે તે પરમાર્થ સત્યરૂપ જ હોય છે.
૨૨
સત્પુરુષો તેમનાં લક્ષણોથી ઓળખાય, તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય કહે, તેથી ક્રોધ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી ૫૨માર્થરૂપ જ હોય છે. (ઉ.છા.-૧૦) આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ સદ્ગુરુનાં લક્ષણો જણાવ્યાં છે એ જ સત્પુરુષનાં લક્ષણો છે.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વવાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય-૧૦
એટલે કે (૧) પોતાને પોતાના આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થયેલો છે, તેનું યથાર્થ જ્ઞાન પણ તેમને છે. વળી પરભાવની ઈચ્છારહિત સ્થિતિ બનેલી છે. તે આત્મજ્ઞાન છે. (૨) સમદર્શિતા એટલે પદાર્થને વિષે જેને ઈષ્ટાનિષ્ટ બુદ્ધિરહિતપણું, ઈચ્છારહિતપણું, મમત્વરહિતપણું થયું છે. ‘સમદર્શિતા’ એ ચારિત્ર દશા સૂચવે છે. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઈષ્ટાનિષ્ટપણું ન કરે. (૫.-૮૩૭) (૩) પૂર્વના ઉદય આવી રહેલાં કર્મોને અનુસારે પોતાની પ્રવૃત્તિ છે. પોતાની ઈચ્છાથી કાંઈપણ કરે નહીં તે ‘વિચરે ઉદય પ્રયોગ' સ્થિતિ છે. (૪) પોતાના મુખમાંથી નીકળતી, પ્રવહતી વાણી અપૂર્વ હોય છે અર્થાત્ નિજ અનુભવસહિત ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે. (પ.-૭૧૮) (૫) પરમશ્રુત એટલે આત્માને સ્પર્શીને યથાર્થ જાણકારી સાથે વાણીનું પ્રકાશવું થાય તે.
આમ સત્પુરુષોનાં ચરિત્ર વાંચવાથી તેમનામાં પ્રગટેલ ગુણોની ઓળખાણ થાય; લક્ષણો લક્ષમાં આવે. તેમનું ચિંતન કરવાથી તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106