Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહામ્ય (૫) જે મનુષ્ય સયુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. (શિ.પા.-૧૦૧/પા.-૧૨૮)
જે મનુષ્ય પુરુષોના આંતરિક ચારિત્રના રહસ્યને પામે છે, જાણી શકે છે, તે તેવો બનવાનો પુરુષાર્થ કરીને તેમના જેવો જ પરમેશ્વર સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપી બનીને, સંસાર સાગરનો પાર પામી નિર્વાણ પામી જાય છે. તેમની આંતરિક અનંત ચતુષ્ટયરૂપ સ્થિતિને ઓળખી તેવી સ્થિતિ મેળવવા યથાર્થ પુરુષાર્થ કરે છે, તે તેવો જ બની જાય છે. (૬) સપુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધવો; તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. (પા.-૧૪૧)
સપુરુષ એટલે આત્મજ્ઞાની પુરુષનો સમાગમ જેટલો બની શકે તેટલો રાખવાનો પ્રયત્ન કરવો. તેથી તેમના અંતઃકરણમાં પ્રગટ આત્મસ્વરૂપની ઓળખાણ આપણને થઈ શકે, તો તે પ્રમાણે સાધના કરી તેમણે પ્રગટ કરેલ આત્મસ્વરૂપને આપણે પણ પ્રગટ કરી શકીએ અને તો જ આપણામાં અનાદિકાળથી ભરાયેલા અજ્ઞાનનો નાશ કરવા સમર્થ બની શકીએ અને ટાળી શકીએ. માટે જેમ બને તેમ સત્પષનોસદ્દગુરુનો સમાગમ જેટલો બને તેટલો કરવાનું રાખવું એ આપણા હિતની જ વાત છે. (૭) મહાપુરુષોનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે.-૧૫ (પ.-૨૧) (પાનું ૧૫૫)
જો આપણે તત્ત્વજ્ઞાની બનવું છે, આત્મજ્ઞાની બનવું છે, તો મહાપુરુષના બાહ્ય આચરણ તરફ દૃષ્ટિ કરવી નહીં, પણ તેમના અંતઃકરણમાં પ્રગટ આત્મ-સ્વરૂપને ઓળખવાનો પુરુષાર્થ કરવો જરૂરી છે. અંતઃકરણની પરીક્ષા કરવાથી અંતઃકરણમાં પ્રગટપણે રહેલ આત્મતત્વની અનુભૂતિ આપણને થશે. અને એ પ્રમાણે આપણે સાધના કરીને આગળ વધીને આપણા આત્માને પ્રગટ કરી શકીશું, અનુભવી શકીશું અને જો તેમના અંતઃકરણમાં તત્ત્વજ્ઞાન જણાય નહીં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org