Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 7
________________ RR RR સત્સંગ-સંજીવની SARARAR) (સમર્પણ) - ત્રિલોકના નાથ વશ થયા છે જેને એવા શ્રીમાન્ રાજચંદ્રદેવ શ્રી પરમકૃપાળુ પરમાત્માને : એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવા સત્પષના અંતઃકરણ, તે જોઇ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.” - વ. ૨ ૧૩ હે અનંતગુણ ગંભીર જ્ઞાનાવતાર ભગવદ્ ! સં. ૧૯૪૭ ના નૂતન વર્ષના મંગળમય પ્રભાતે અધ્યાત્મ ગગનમાં દેદીપ્યમાન સુર્ય-સરખા આપ, શ્રી સ્થંભતીર્થને આંગણે અમારાં પૂર્વ પુણ્યથી પધાર્યા. અનાદિ કાળથી મોક્ષમાર્ગના અજાણ, અંધકારમાં અથડાતા એવા અમને પ્રકાશસ્વરૂપ આપે નિર્મળ જ્ઞાનજ્યોતિનું દર્શન આપ્યું. ચોથા કાળને વિષે અત્યંત દુર્લભ, અપૂર્વ એવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપનું દર્શન આપે કરાવ્યું. સાક્ષાત્ અનુભવ પ્રાપ્તિથી પ્રગટ સનું ભાન આપી સત્સંગ -ગંગા વહાવી અમને પાવન કર્યા. એ સત્સંગ-ગંગા વહેતી રાખનાર ‘શ્રી સુબોધક પુસ્તકાલય’ આપના સ્વહસ્તે સ્થાપન કરી આપની કલ્પદ્રુમની શીતળ છાયાનો પરમ વિશ્રામ આપ્યો છે એ આપનો અમ પામર પર અપાર ઉપકાર થયો છે. તે સત્સંગ-છાયા પ્રત્યે જન્માંતરમાં પણ અમારી દૃઢભક્તિ રહો, એ અમને માર્ગદર્શક થાઓ, એવી નમ્ર પ્રયાચના આપ દયાળુને કરીએ છીએ. - આ પંચમકાળમાં પ્રત્યક્ષ આશ્રય તુલ્ય આપના ‘અક્ષરદેહ' નો પરિચય થતાં સર્વકાળ આપનો સત્યોગ જીવંત રૂપેજ અનુભવાય છે. અતિશયોથી ભરેલાં આપના શ્રીમુખના વચનામૃતોનું પરિચર્યન થતાં અમારા ત્રિવિધ તાપને શાંત કર્યા છે, એ આપની અનંત કરૂણાવર્ષામાં ઝીલી અમે ધન્ય બન્યા છીએ. આપનું અદ્ભુત યોગબળ ત્રિકાળ જયવંત વર્તો. ' હે દીનાનાથ ! અનંત પ્રભાવયુક્ત આપના શુદ્ધ આત્મચરિત્રને અમ જેવા બાળબુદ્ધિ શું જાણી શકીએ ? જે અચિંત્ય સ્વરૂપ યોગિયો, તારા ધ્યાન દ્વારા ગમ્ય કરી શકે છે એવાં, તારા અપાર માહાભ્યને અમારી સામાન્ય મતિથી કેમ સમજી શકાય? અમે તો ભક્તિભાવે આપના કરૂણામય સ્વભાવને સંભારી આપના પરમ ઉપશમરૂપ ચરણાવિંદમાં નમસ્કાર કરીએ છીએ, અને ભવપર્યત આપની કૃપારૂપ ચરણસેવા માગીએ છીએ. આપના ગુણગ્રામરૂપ આ ભક્તિ-ભેટશું આપના યુગલ પાદપામાં સમર્પણ કરીએ છીએ. અમે છીએ, આપના આશ્રિત સેવકો. શ્રી સુબોધક પુસ્તકશાળા, લોંકાપરી, ખંભાત.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 408