________________
૨
પુરિસાઢાણી શ્રીપાર્શ્વનાથજી
નારા તે રાજિષ એ પણ થોડા કાળમાં શ્રુતના અભ્યાસ કર્યો. પછી ગુરૂની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમાને ધારણુ કરતાં અને તીવ્ર તપસ્યાથી કૃશ શરીરવાળા મહષિ અનેક નગર વગેરેમાં વિહાર કરવા લાગ્યા.
અખંડ અને દઢ એવા મૂલાત્તર ગુણેાથી જાણે બે દૃઢ પાંખાવાળા હાય તેમ તે મુનિને અનુક્રમે આકાશગમનની લબ્ધિ પ્રાપ્ત થઇ. એક વખતે આકાશમાર્ગે ઊડીને તપના તેજથી જાણે બીજો સૂર્ય હોય તેવા દેખાતા તે મુનિ સુકચ્છ નામના વિજયમાં આવ્યા.
પેલા સર્પ જે છઠ્ઠો નરકમાં ઉત્પન્ન થએલેા હતેા તે ત્યાંથી નીકળીને સુકરછ વિજયમાં આવેલા જલનિગિરમાં મેટી અટવીમાં કુરંગક નામે ભિલ્લુ થયે..
યોવનય પ્રાપ્ત થતાં પ્રતિદિન તે ભિલ ધનુષ્ય ચઢાવીને આજીવિકાને માટે અનેક પ્રાણીઓને મારતા તે ગિરિની ગુહામાં ફરવા લાગ્યા.
વજ્રનાભ મુનિ પણ ફરતા ફરતા યમરાજના નિકા જેવા અનેક પ્રકારના શીકારી પ્રાણીઓના સ્થાનરૂપ તે જ અટવીમાં આવી ચઢયા. ચમૂરુ વગેરે ક્રૂર પ્રાણીઓથી ભય પામ્યા વિના તે મુનિ જવલનગર ઉપર આવ્યા. તે વખતે સૂર્ય અસ્ત પામી ગયેા. જ્યારે સૂર્ય અસ્ત પામ્યા ત્યારે વલગિરિની કંદરામાંજ જાણે તેનું નવીન શિખર હાય તેમ મુનિ કાર્યાત્સંગ કરીને રહ્યા.
તે સમયે રાક્ષસેના કુળની જેમ સર્વ દિશાઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org