________________
પુસિાદાણી શ્રી પાર્શ્વનાથજી સુસાધુ ગુની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી.”
તે પુરુષે આટલી અર્ધ વાર્તા કહી ત્યાં તે ધર્મવત્સલ અશ્વસેન રાજા હર્ષ પામી સભાસદેને હર્ષ પમાડતા વચમાં બેલી ઊઠયા કે “અહા ! નરવર્મા રાજા કેવા વિવેકી અને ધર્મજ્ઞ છે કે જેણે રાજ્યને તૃણવત્ ત્યાગ કરી વ્રત ગ્રહણ કર્યું. રાજાએ પ્રાણસંશયમાં પડી, મેટા યુદ્ધના વિવિધ ઉદ્યમ આચરીને જે રાજ્યને મેળવે છે, તે રાજ્ય પ્રાણુતે પણ તજવું મુશ્કેલ છે. પિતાની અને સંપત્તિથી પ્રાણ જેવા વહાલા પુત્રાદિકની જે રક્ષા કરવામાં આવે છે, તેઓને તજવા તે પણ પ્રાણીઓને અશક્ય છે. તે સર્વને રાજા નરવર્માએ સંસાર છોડવાની ઈચ્છાથી એક સાથે જોડી . દીધા, તેથી તેને પૂરી શાબાશી ઘટે છે. હે પુરૂષ! તારી વાત આગળ ચલાવ.”
તે પુરૂષ બે કેઃ “તે નરવર્માના રાજ્ય ઉપર હાલ તેમના પુત્ર પ્રસેનજિત્ નામે રાજા છે. તે સેનારૂપ સરિતાએના સાગર જેવા છે. તેને પ્રભાવતી નામે એક પુત્રી છે, જે યૌવનને પ્રાપ્ત થએલી હોવાથી ભૂમિ પર આવેલી દેવકન્યા હોય તેવી અદ્વૈત રૂપને ધારણ કરનારી છે.
વિધાતાએ ચંદ્રના ચૂર્ણથી તેનું મુખ કમળથી નેત્ર, સુવર્ણરજથી શરીર, રક્તકમળથી હાથપગ, કદલીગથી ઉરુ, શેણમણિથી નખ અને મૃણાલથી ભુજદંડ રચ્યા હોય તેમ દેખાય છે. અતિ રૂપલાવણ્યવતી તે બાળાને યૌવનવતી જઈને પ્રસેનજિત રાજા તેણના વરને માટે ચિંતાતુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org