Book Title: Purisadani Parshwanathji
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 238
________________ રર૬ પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથ એલચ નામે (બીજું નામ શ્રીપાલ) રાજા થયે. રાજા ન્યાયી, ધમી અને પ્રજાપાલક મહા સમર્થ હતો. એકદા પૂર્વ કર્મના ઉદયે કરીને તેને કોઢને રેગ ઉત્પન્ન થયે. અનેક વૈદ્ય, મંત્રવાદીઓ, તંત્રવાદીઓ, ગારૂડીઓ વગેરેને બેલાવી ઉપચાર કરાવ્યાં, પણ રાજાને લેશ પણ આરામ થયે નહીં. કુષ્ટિપણાથી રાજા કિકર્તવ્ય મૂઢ બની ગયા. શું કરવું શું ન કરવું વગેરે વિચારથી શૂન્ય થઈ ગયે. એક દિવસ રાજા કંટાળીને પોતે ઘોડેસ્વાર થઈને ફરવા ગયે, સેવક વર્ગ પણ તેની પાછળ ચાલ્યા પણ રાજા તે આગળ ચાલી નીકળ્યો. તે વખતે તાપ પડતો હોવાથી રાજાને તરસ લાગી, અને જંગલમાં પાણીને માટે આમતેમ ધ કરવા લાગ્યું. ફરતાં ફરતાં અનુક્રમે જે જગ્યાએ પાર્થ નાથની પ્રતિમા ખરદુષણરાજાએ જલકુપમાં પધરાવી હતી: ત્યાં આગળ આવ્યો. અત્યારે કુવે પૂરાઈ ગયા હતા, પણ પ્રતિમા અંદરખાને હતી, ઉપર એક નાનું જાંબડુ (ખાબોચીયું) હતું. તેમાં સ્વચ્છ અને ભગવંતની પ્રતિમાથી પવિત્ર થએલું પાણી હતું. રાજાએ ઘોડા ઉપરથી ઉતરી તે જાંબડા પાસે આવી હાથ પગ ધોઈ તે પાણીથી મોં સાફ કરી પાણીનું પાન કરી તરસ છીપાવી. તરત જ તે ઘોડેસ્વાર થઈ પોતાની શીબીરમાં (છાવણમાં) ચાલે ગયે. ત્યાંથી પિતાના નગરમાં ગ, રાતના રાજાએ નિરાંતે નિદ્રા કરી રાજાને ભરઉંઘમાં દેખી પટરાણી આશ્ચર્ય પામી, તેમજ રાજાના હાથ, પગ, મહે સ્વચ્છ રોગ રહિત જોઈ પ્રસન્ન થઈ. પછી પ્રભાતમાં રાણીએ રાજાને વિનંતી કરી “હે પ્રાણવલ્લભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262