Book Title: Purisadani Parshwanathji
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 244
________________ ૨૩૨ પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથજી જેવા પ્રતાપી કરણ રાજાએ તેમને માલધારીનું બિરૂદ આપેલું છે. તેમજ સૂરિ બળે કરીને યુક્ત એવા તે સૂરિ ગયે વર્ષે દેવગિરિ નગરમાં (દૌલતાબાદ) રૂષભદેવ ભગવાનને નમવાને આવેલા છે. તે મહા સમર્થ પુરૂષ જે અહીંયાં આવે તો આપનું કાર્ય સિદ્ધ થાય એ નિ:સંશય છે. પછી રાજાએ પ્રધાનને મોકલીને તેમને ત્યાં તેડાવ્યા. આચાર્ય પણ પ્રતિમાજીને સાત હાથ ઉંચા રહેલાં જોઈને આશ્ચર્ય પામ્યા. અને આ ભગવાનને આ પ્રભાવ જોઈ પ્રસન્ન થયા પછી તેમણે ત્યાં અઠ્ઠમતપ કરવા વડે નાગરાજની આરાધના કરી. તે વખતે નાગાધિપે સ્વપ્નમાં આવીને જણાવ્યું કે “રાજાના અભિમાનના કારણે કરીને પ્રતિમાજી ચેત્યમાં પ્રવેશસે નહીં. પણ જે સંઘ તરફથી ચિત્ય તૈયાર થશે તે ભગવંત ત્યાં પધારશે.” એમ કહી નાગરાજ અદશ્ય થયા. પછી સવારના સંઘને એકઠા કરી સૂરીજીએ જણાવ્યું કે “હે શ્રાવકે! રાજાના અભિમાનના કારણે ભગવાન એ ચૈત્યમાં પધારશે નહિ, પણ તમે સર્વ સંઘ સમસ્ત મળીને એક ચત્ય તૈયાર કરાવે તે ભગવાન ત્યાં પધારશે.” રસૂરિશ્વરનાં આવાં વચન સાંભળી શ્રાવકોએ ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થયા છતાં ત્યાં આગળ સારી જગ્યા જોઈને એક નવીન ચત્ય તૈયાર કરાવ્યું. (હાલમાં ભગવાન બિરાજે છે ત્યાં) પછી અભયદેવસૂરિની સ્તુતિથી ભગવાન સર્વ લેકે જોતાં છતાં નીચે ઉતરી ત્યાં નવીન ચિત્યમાં પધાર્યા ને ભૂમિથી સાત આંગુલ અધર રહ્યા. અભયદેવસૂરિએ વિધિપૂર્વક સંવત ૧૧૪૨ ના મહા સુદી ૫ ને રવીવારે વિજય મુહૂ પ્રતિષ્ઠા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262