________________
--
-
૧૯ર
શ્રીપુરિસાદાણી પાશ્વનાથજી અમલસાડથી પાંચ માઈલ દુર પાનાર ગામે શેષફણ પાર્શ્વનાથનું દેરાસર છે. શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજી.
(૭૭) રાધનપુર જીલ્લામાં શંખેર પાશ્વનાથનું મેટુ તીર્થસ્થળ છે. ગઈ ચાવીસીમાં નવમા તીર્થંકરના વારામાં આષાઢી શ્રાવકે તે પ્રતિમા ભરાવી હતી. તે ત્યાર પછી દેવ. વિમાનમાં અનુક્રમે પૂજાઈને બાવીશમાં તીર્થકર શ્રી નેમીનાથના કહેવાથી શ્રી કૃષ્ણ વાસુદેવે યાદો ઉપર પ્રતિવાસુદેવ જરાસંઘે જરા મુકેલી હોવાથી તે જરા નિવારવા માટે અઠ્ઠમ તપ કરી પાર્શ્વનાથનું એકાગ્ર ચિત્ત ધ્યાન કરવાથી ત્રીજી રાત્રીએ પદ્માવતીએ પ્રગટ થઈ તે પ્રતિમા તેમને આપી તેના નમણના પ્રભાવથી જરા રાક્ષસી સર્વ યાદવોની દૂર થઈ. તે પ્રતિમા શ્રીકૃષ્ણ શંખ પૂરી ત્યાં પધરાવી. શ્રી શંખેશ્વર નગર વસાવી શંખેશ્વર પાર્શ્વનાથ નામ સ્થાપ્યું. ત્યાં ચિત્ર કાર્તિક પુનમ ઉપર સંઘ જાય છે. ધર્મશાળાઓ વગેરેની સગવડ હાલમાં સારી છે.
હવે તે પ્રતિમા ગઈ ચોવીસીમાં નવમા તીર્થંકરના વારામાં આષાઢી શ્રાવકે ભરાવી તેણે કેટલાક કાળ પૂજી પછી સૌધર્મ દેવકે પૂજાઈ ત્યાર પછી આ ચોવીસીમાં રૂષભદેવ સ્વામીના સમયમાં વૈતાઢય પર્વત ઉપર નમિ વિનમિ વિદ્યાધરોએ ઘણે કાલ પૂછ, ફરી તે પછી સુધર્મ દેવકના ઇંદ્ર પૂજી. ત્યાર બાદ સૂર્યના વિમાનમાં તે પ્રતિમાં ઘણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org