________________
છો ભવ છે. હવે તારા જેવો યોગ્ય પુત્ર છતાં પણ હું રાજ્યભારથી આક્રાંત થઈને ભવસાગરમાં ડૂબી જઈશ, તો પછી સારા પુત્રની પૃહા કેણ કરશે?” આ પ્રમાણે કહી રાજાએ આજ્ઞાથી રાજ્યને નહીં ઈચછતા એવા પણ તે પુત્રને રાજ્ય પર બેસાડ્યો. “કુલીન પુરૂષને ગુરૂજનની આજ્ઞા મહાબળવાન છે.”
એ સમયે ક્ષેમકર નામે જિનેશ્વર ભગવાન તે નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં સમવસર્યા તેમને આવેલા સાંભળી વજનાભ રાજા અત્યંત આનંદ પામીને ચિંતવવા લાગ્યા કે : “અહો! આજે મારા મનોરથને અનુકૂળ એવા પુર્યોદયથી અહંત પ્રભુને સમાગમ પ્રાપ્ત થયો છે.” પછી મેટી સમૃદ્ધિ સાથે લઈને દીક્ષા લેવાની ઈચ્છાએ તે તકાળ ભગવંતની સમીપે ગયે.
ત્યાં પ્રભુને વંદના કરીને તેમની અત્યુત્તમ દેશના સાંભળી. દેશનાને અંતે અંજલિ જોડી તેમણે પ્રભુને કહ્યું : ઘણુ કાળથી ઈચ્છલા વ્રતનું દાન કરીને મારા પર અનુગ્રહ કરે. બીજા ઉત્તમ સાધુઓ જેવા ગુરૂ પણ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે, તો તમારા જેવા તીર્થકર ભગવંત મને ગુરૂપણે પ્રાપ્ત થયા તેથી હું વિશેષ પુણ્યવાન છું. દીક્ષાની ઈચ્છાથી મેં હમણાં જ પુત્રને રાજ્યાભિષેક કર્યો છે, માટે હવે દીક્ષાનું દાન કરવારૂપ તમારો પ્રસાદ મેળવવાને માટે જ હું તત્પર થયો છું.
વન્દ્રનાભ રાજાનાં આ પ્રમાણેનાં વચન સાંભળી દયાળુ પ્રભુએ પિતે તરત જ તેને દિક્ષા આપી. તીવ્ર તપસ્યા કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org