________________
પ્રકરણ ચોથું
આઠમે ભવ. આ જંબુદ્વીપમાં પૂર્વવિદેહને વિષે સુરનગર જેવું પુરાણપુર નામે એક વિશાળ નગર છે. તેમાં સેંકડે રાજાઓએ પુષ્પમાળાની જેમ જેના શાસનને અંગીકાર કરેલ છે એ કુલિશબાહ નામે ઇદ્ર સમાન રાજા હતા. તેને રૂપથી સુદર્શના (સારા દર્શનવાળી) અને પરમ પ્રેમનું પાત્ર સુદર્શના નામે મુખ્ય પટ્ટરાણી હતી. - શરીરધારી પૃથ્વીની જેમ તે રાણીની સાથે કીડા કરતા તે રાજા પુરુષાર્થને બાધા કર્યા વગર વિષયસુખ ભોગવતે હતે. એ પ્રમાણે કેટલાક કાળ વ્યતીત થતાં વજનાભને જીવ દેવ સંધી આયુષ્યને પૂર્ણ કરી ગ્રેવેયકથી
વીને તે સુદર્શના દેવીના ઉદરમાં ઉત્પન્ન થયે. તે વખતે રાત્રીના પ્રાંત ભાગમાં સુખે સુતેલ દેવીએ ચક્રવતીના જન્મને સૂચવનારાં ચૌદ સ્વપ્ન જોયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org