________________
૩૪
પુરિસાદા શ્રી પાર્શ્વનાથજી દષ્ટિ કરી પિયણની જેમ અસૂર્યપશ્ય (સૂર્યને પણ નહીં જેનારી) થજે. હે પુત્રી ! સાસુનાં ચરણકમળની સેવામાં હંસી થઈને રહેજે અને કદી પણ હું ચક્રવતીની પત્ની છું એવો ગર્વ કરીશ નહીં. તારી પત્નીનાં સંતાનને સર્વદા પોતાના જ પુત્ર માનજે અને તેઓને પોતાનાં સંતાનની જેમ પોતાના ખેળારૂપ શસ્યામાં સુવાડજે.” આ પ્રમાણે પિતાની માતાનાં અમૃત જેવા શિક્ષાવચનાનું કર્ણ જલિવડે પાન કરી નમીને તેની રજા લીધી.
પછી તે પોતાના પતિની અનુચરી થઈ. પદ્મોત્તર વિદ્યાધરે પોતાની માતા રત્નાવળીને પ્રણામ કરીને ચક્રવર્તીને કહ્યું કે “હે સ્વામિન ! આ મારા વિમાનને અલંકૃત કરો.”
પછી ગાલવ મુનિની રજા લઈ સુવર્ણબાહુ રાજા પોતાના પરિવાર સહિત પોત્તરના વિમાનમાં બેઠા. પક્વોત્તર પિતાની બહેન પા સહિત સુવર્ણબાહુને વૈતાઢયગિરિ ઉપર પોતાના રત્નપુર નગરમાં લઈ ગયો. ત્યાં દેવતાના વિમાન જેવા અનેક ખેચર યુક્ત એક રત્નજડિત મહેલ સુવર્ણબાહુને રહેવા માટે સેંગે અને પોતે હમેશાં દાસની જેમ તેમની પાસે જ રહીને તેમની આજ્ઞા ઊઠાવવા લાગ્યું તેમજ સ્નાન, ભેજનાદિકવડે તેમની એગ્ય સેવાભક્તિ કરવા લાગ્યો.
ત્યાં રહીને સુબાહુએ પિતાની અત્યંત પુણ્યસં૫ત્તિથી બને શ્રેણીના સર્વ વિદ્યાધરનું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું અને વિદ્યાધરોની ઘણી કન્યાઓ પરણ્યા. વિદ્યાધરેએ સર્વ વિદ્યાધરોના સંદર્ય તરીકે તેમને અભિષેક કર્યો. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org