Book Title: Prem Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ સુધી સ્વાર્થ છે અને સ્વાર્થ રહ્યો ત્યાં પ્રેમ હોય નહીં. જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ રહી શકે નહીં, ને પ્રેમ હોય ત્યાં સ્વાર્થ રહી શકે નહીં. એટલે જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુદ્ધ પ્રેમ હોય. વાર્થ ક્યારે ના હોય ? “મારી-તારી' ના હોય ત્યારે સ્વાર્થ ના હોય. “મારું-તારું' છે ત્યાં અવશ્ય સ્વાર્થ છે અને ‘મારું-તારું' જ્યાં છે ત્યાં અજ્ઞાનતા છે. અજ્ઞાનતાને લઈને “મારું-તારું થયું. “મારા-તારાને લીધે સ્વાર્થ છે ને સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ના હોય. અને ‘મારી-તારી' ક્યારે ના હોય ? “જ્ઞાન” હોય ત્યારે ‘મારી-તારી' ના હોય. ‘જ્ઞાન’ વગર તો ‘મારી-તારી' ખરી જ ને ? તો પણ આ સમજાય એવી વસ્તુ નથી.. જગતના લોકો પ્રેમ કહે છે તે ભ્રાંતિ-ભાષાની વાત છે, છેતરવાની, વાત છે. અલૌકિક પ્રેમની હૂંફ તો બહુ જુદી જ હોય. પ્રેમ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે. ઢાઈ અક્ષર પ્રેમક.. તેથી તો કબીર સાહેબે કહ્યું, પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ.” પ્રેમના અઢી અક્ષર આટલું સમજે તો બહુ થઈ ગયું. બાકી, પુસ્તક વાંચે તેને તો કબીર સાહેબે આવડી આવડી આપી કે આ પુસ્તક તો પઢીને જગત મરી ગયું પણ પંડિત કોઈ થયો નથી, એક પ્રેમના અઢી અક્ષર સમજવા માટે. પણ અઢી અક્ષર પ્રાપ્ત થયા નહીં ને રખડી મર્યો. એટલે પસ્તકમાં તો આમ જો જો કરે ને, એ તો બધું મેડનેસ વસ્તુ છે. પણ જો અઢી અક્ષર પ્રેમનો જાયો કે પંડિત થઈ ગયો એવું કબીર સાહેબે કહ્યું. કબીર સાહેબની વાત સાંભળી બધી ? પ્રેમ હોય તો કોઈ દહાડો છૂટા પડે નહીં. આ તો બધો ઘાટવાળો પ્રેમ છે. ઘાટવાળો પ્રેમ એ પ્રેમ કહેવાય ? પ્રશ્નકર્તા : એને આસક્તિ કહેવાય ? દાદાશ્રી : છે જ આસક્તિ. અને પ્રેમ તો અનાસક્ત યોગ છે. અનાસક્ત યોગથી સાચો પ્રેમ ઉત્પન્ન થાય. પ્રેમતી યથાર્થ વ્યાખ્યા ! દાદાશ્રી : વોટ ઈઝ ધ ડેફિનેશન ઓફ લવ ? પ્રશ્નકર્તા : મને ખબર નથી. એ સમજાવો. દાદાશ્રી : અરે, હું જ નાનપણમાં પ્રેમની વ્યાખ્યા ખોળતો હતો ને ! મને થયું, પ્રેમ શું હશે ? આ લોકો પ્રેમ પ્રેમ’ કર્યા કરે છે તે પ્રેમ શું હશે ? તે પછી બધા પુસ્તકો જોયાં, બધાં શાસ્ત્રો વાંચ્યાં, પણ પ્રેમની વ્યાખ્યા કોઈ જગ્યાએ જડે નહીં. મને અજાયબી લાગી કે કોઈ શાસ્ત્રોએ પ્રેમ શું છે એવી વ્યાખ્યા જ નથી કરી ! પછી જ્યારે કબીર સાહેબનું પુસ્તક જોયું ત્યારે દિલ ઠર્યું કે પ્રેમની વ્યાખ્યા તો આમણે કરી છે. એ વ્યાખ્યા મને કામ લાગી. એ શું કહે છે કે, ‘ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય.” એમણે વ્યાખ્યા કરી. મને તો બહુ સુંદર લાગી હતી વ્યાખ્યા, ‘કહેવું પડે કબીર સાહેબ, ધન્ય છે !” આ સારામાં સાચો પ્રેમ. ઘડી ચઢે ને ઘડી ઊતરે, એને પ્રેમ કહેવાય ? પ્રશ્નકર્તા : તો સાચો પ્રેમ કોનું નામ કહેવાય ? દાદાશ્રી : સાચો પ્રેમ, જે વધે નહીં, ઘટે નહીં એ ! અમારો જ્ઞાનીઓનો પ્રેમ એવો હોય, જે વધઘટ ના થાય. એવો અમારો સાચો પ્રેમ આખા વર્લ્ડ ઉપર હોય. અને એ પ્રેમ તો પરમાત્મા છે. પ્રશ્નકર્તા : છતાંય જગતમાં ક્યાંક તો પ્રેમ હશે ને ? દાદાશ્રી : કોઈ જગ્યાએ પ્રેમ જ નથી. પ્રેમ જેવી વસ્તુ જ આ જગતમાં નથી. બધી આસક્તિ જ છે. અવળું બોલીએ ને, ત્યારે તરત ખબર પડી જાય.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37