Book Title: Prem
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 28
________________ પ્રેમ ૪૭ સારા દેખાય છે તેય ભ્રાંતિ અને દોષિત દેખાય છે તેય ભ્રાંતિ. બન્ને એટેચમેન્ટ-ડિટેચમેન્ટ છે. એટલે કોઈ દોષિત ખરેખર છે જ નહીં અને દોષિત દેખાય છે એટલે પ્રેમ થાય જ નહીં. એટલે જગત જોડે જયારે પ્રેમ થશે, જ્યારે નિર્દોષ દેખાશે ત્યારે પ્રેમ ઉત્પન્ન થશે. આ મારા-તારા એ ક્યાં સુધી લાગે છે ? કે જ્યાં સુધી બીજાને જુદા ગણીએ છીએ હજી. એની જોડે ભેદ છે ત્યાં સુધી આ મારા લાગે છે તેથી. તે આ એટેચમેન્ટવાળાને મારા ગણીએ છીએ ને ડિટેચમેન્ટવાળાને છે તે પારકાં ગણીએ છીએ, એ પ્રેમ સ્વરૂપ કોઈ સાથે રહે નહીં. એટલે આ પ્રેમ એ પરમાત્મા ગુણ છે એટલે આપણને ત્યાં આગળ પોતાને ત્યાં બધું જ દુઃખ વિસારે પડી જાય એ પ્રેમથી. એટલે પ્રેમથી બંધાયું એટલે પછી બીજું કશું બંધાવાનું રહ્યું નહીં. પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય ? જે અત્યાર સુધી ભૂલો થઈ હોય, તે માફી માંગી લઈએ. ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય. એમનો દોષ એક્ય નથી થયો પણ મને દેખાયો એટલે મારો દોષ હતો. જેની જોડે પ્રેમ સ્વરૂપ થવું હોય તે આ રીતે કરવું. તો તમને પ્રેમ ઉત્પન્ન થશે. કરવો છે કે નથી કરવો પ્રેમ ? પ્રશ્નકર્તા : હા દાદા. દાદાશ્રી : અમારી આ રીત હોય બધી. અમે જે રીતે તર્યા છીએ એ રીતે તારીએ બધાને. તમે પ્રેમ ઉત્પન્ન કરશો ને ? પ્રેમ સ્વરૂપ થઈએ ત્યારે સામાને અભેદતા હોય. બધા અમારી જોડે એ રીતે અભેદ થયેલા છે. આ રીત ખુલ્લી કરી નાખી. સર્વમાં હું ભાળે તે પ્રેમમૂર્તિ ! હવે જેટલો ભેદ જાય, તેટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. શુદ્ધ પ્રેમને ઉત્પન્ન થવા માટે શું જવું જોઈએ આપણામાંથી ? કંઈક વસ્તુ બાદ થાય તો પેલી વસ્તુ આવે. એટલે આ વેક્યુમ રહી શકતું નથી. એટલે આમાંથી ભેદ જાય. એટલે શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. એટલે જેટલો ભેદ જાય એટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. સંપૂર્ણ ભેદ જાય ત્યારે સંપૂર્ણ શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. આ જ રીત છે. તમને સમજાયું ‘પોઈન્ટ ઓફ વ્યુ' ? આ જુદી જાતનું છે અને પ્રેમમૂર્તિ બની જવાનું. બધા એક જ લાગે, જુદાઈ લાગે જ નહીં. કહેશે, ‘આ અમારું ને આ તમારું.’ પણ અહીંથી જતી વખતે “અમારું-તમારું હોય છે ? એટલે આ રોગને લીધે જુદાઈ લાગે છે. એ રોગ નીકળી ગયો એટલે પ્રેમમૂર્તિ થઈ જાય. પ્રેમ એટલે આ બધું જ ‘હું જ છું, ‘હું જ દેખાઉં છું. નહીં તો ‘તું કહેવું પડશે. ‘હું નહીં દેખાય તો ‘તું' દેખાયબેમાંથી એક તો દેખાય જ ને ? વ્યવહારમાં બોલવાનું આમ કે ‘હું, તું.’ પણ દેખાવું જોઈએ તો ‘હું' જ ને ! તે પ્રેમસ્વરૂપ એટલે શું ? કે બધું અભેદભાવે જોવું, અભેદભાવે વર્તન કરવું, અભેદભાવે ચાલવું. અભેદભાવ જ માનવો. ‘આ જુદાં છે’ એવીતેવી માન્યતાઓ બધી કાઢી નાખવી, એનું નામ જ પ્રેમસ્વરૂપ. એક જ કુટુંબ હોય એવું લાગે. જ્ઞાતીનો અભેદ પ્રેમ! વિખૂટા નહીં પડવું, એનું નામ જ પ્રેમ. ભેદ નહીં પાડવો, એનું નામ પ્રેમ ! અભેદતા થઈ એ જ પ્રેમ. એ પ્રેમ નોર્માલિટી કહેવાય છે. ભેદ હોય તો સારું કામ કરી આવે ને, તો ખુશ થઈ જાય. પાછો થોડીવાર પછી નબળું કામ, ચાના પ્યાલા પડી ગયા તો ચિડાઈ જાય એટલે એબૉવ નોર્મલ, બિલો નોર્મલ થયા કરે. પેલું એ કામ જુએ નહીં. મૂળ સ્વભાવનાં દર્શન કરે. કામ તો આપણે નોર્માલિટીમાં પ્રોબ્લેમ ના થાય એવાં જ કામ થાય. પ્રશ્નકર્તા : અમને આપને માટે જે ભાવ જાગતો હોય એ શું છે? દાદાશ્રી : એ તો અમારો પ્રેમ તમને પકડે છે. સાચો પ્રેમ બધે આખા જગતને પકડી શકે. પ્રેમ ક્યાં ક્યાં હોય ? પ્રેમ ત્યાં હોય કે જ્યાં

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37