Book Title: Prem
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 32
________________ પ્રેમ દાદાશ્રી : જ્યાં કુદરતી રીતે બેસાડવી જોઈએ ત્યાં જ અમે બેસાડીએ અને તમે અકુદરતી જગ્યાએ બેસાડો. પ્રશ્નકર્તા : એ “ડિમાર્કેશન’, જરા ફોડ પાડો ને ! દાદાશ્રી : ‘ફોરેન’ની વાત “ફોરેનમાં જ રાખવાની ને, ‘હોમ'માં નહીં લઈ જવાની. લોક હોમ'માં લઈ જાય છે. “ફોરેન’માં મૂકી અને આપણે ‘હોમમાં પેસવાનું. પ્રશ્નકર્તા : પણ એ લાગણીનો પ્રવાહ હોય ત્યારે “એને’ ‘ફોરેન'નું ને ‘હોમ'નું ડિમાર્કશન ના થવા દે ને ? બે ભાગ જુદા પડે નહીંને, તે વખતે ? દાદાશ્રી : “જ્ઞાન” લીધેલું હોય, તેને કેમ ના પડે ? પ્રશ્નકર્તા : એ સમજવું છે કે આપ કઈ રીતે ‘એપ્લાય’ કરો છો ! દાદાશ્રી : અમે લાગણીને ‘ફોરેનમાં મૂકીને ‘હોમ'માં પેસીએ. તે લાગણી મહીં પેસતી હોય તો કહીએ, ‘બહાર બેસ.” અને તમે તો કહેશો, આવ ભઈ, આવ, આવ, મહીં આવ.” અંદર અડવા ના દે,' તેનાં પરિણામ અમને આ બધાય કહે છે કે, ‘દાદા, તમે અમારા માટે બહુ ચિંતા રાખો છો, નહીં !' એ બરોબર છે. પણ એમને ખબર નથી કે દાદા ચિંતાને અડવા જ નથી દેતા. કારણ કે ચિંતા રાખનારો માણસ કશું જ કરી શકે નહીં, નિર્વીર્ય થઈ જાય. ચિંતા નથી રાખતા, તો બધું કરી શકે. ચિંતા રાખનારો માણસ તો ખલાસ થઈ જાય. એટલે આ બધા કહે છે એ વાત ખરી છે. અમે ‘સુપર ફલુઅસ’ બધુંય કરીએ, પણ અમે અડવા નથી દેતા. પ્રશ્નકર્તા: તો આમ ખરેખર કશું ના કરો ? કોઈ મહાત્મા દુઃખમાં આવી ગયો તો કશું કરો નહીં ? દાદાશ્રી : કરીએ ને ! પણ તે “સુપર ફલુઅસ', અંદર અડવા ના દઈએ. બહારના ભાગનું પૂરું જ કરી લેવાનું. બહારના ભાગમાં બધા જ પ્રયોગો પૂરા થવા દેવાના, પણ ચિંતા એકલી જ નહીં કરવાની. ચિંતાથી તો બધું બગડે છે ઊલટું. તમે શું કહો છો ? ચિંતા કરવાની કહો છો મને ? અડવા દઈએ તો એ કામ જ ના થાય. આખા જગતને જ અડે છે ને ! અંદર અડે છે તેથી તો જગતનું કામ થતું નથી. અમે અડવા ના દઈએ તેથી તો કામ થાય. અડવા ના દઈએ એટલે અમારી ‘સેફસાઈડ” ને એની યે “સેફસાઈડ'. તમને ગમ્યું એવું અડવા ના દે એ ? તમે તો અડવા દીધેલું, નહીં ? અમે તો હિસાબ જોઈ લીધો કે અમે અડવા દઈએ તો અહીં નિર્વીર્ય થાય અને પેલાનું કામ થાય નહીં અને ના અડવા દઈએ તો એ આત્મવીર્ય પ્રગટ થાય અને પેલાનું કામ થાય. આ વિજ્ઞાન પ્રેમસ્વરૂપ છે. પ્રેમમાં ક્રોધ-માન-માયા-લોભ કશું હોય નહીં. એ હોય ત્યાં સુધી પ્રેમ હોય નહીં. સાત્વિક તહીં, શુદ્ધ પ્રેમ ‘આ’ ! પ્રશ્નકર્તા : અત્યારે દુનિયામાં બધા લોકો શુદ્ધ પ્રેમ માટે વલખાં મારે છે. દાદાશ્રી : શુદ્ધ પ્રેમનો જ આ રસ્તો છે. આપણું આ જે વિજ્ઞાન છેને, કોઈ પણ જાતની, કોઈ પણ પ્રકારની ઇચ્છા વગરનું છે, એટલે શુદ્ધ પ્રેમનો રસ્તો આ જાગ્યો છે. નહીં તો હોય નહીં આ કાળમાં. પણ આ કાળમાં ઉત્પન્ન થયો એ અજાયબી થઈ છે. પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમ અને સાત્વિક પ્રેમનો જરા ભેદ સમજાવો. દાદાશ્રી : સાત્વિક પ્રેમ એ અહંકાર સહિત હોય અને શુદ્ધ પ્રેમમાં અહંકાર પણ ના હોય. સાત્ત્વિક પ્રેમમાં અહંકાર એકલો જ હોય. એમાં લોભ ના હોય, કપટ ના હોય, એમાં માન એકલું જ હોય. અહમ્ - હું છું, એટલું જ ! અસ્તિત્વનું ભાન હોય પોતાને અને શુદ્ધ પ્રેમમાં તો પોતે અભેદ સ્વરૂપ થઈ ગયા હોય.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37