Book Title: Prem
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 35
________________ પ્રેમ ૬૧ એટલે ત્યાં પ્રેમ દેખાય નહીં. અમે કાચા રહી ગયા, તે પ્રેમ રહ્યો ને સંપૂર્ણ વીતરાગતા ના આવી. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અમે પ્રેમ સ્વરૂપ થયા પણ ત્યારે સંપૂર્ણ વીતરાગતા ના ઉત્પન્ન થઈ. એ જરા સમજવું હતું. દાદાશ્રી : પ્રેમ એટલે શું ? કિંચિત્માત્ર કોઈના તરફ સહેજ પણ ભાવ બગડે નહીં, એનું નામ પ્રેમ. એટલે સંપૂર્ણ વીતરાગતા એનું નામ જ પ્રેમ કહેવાય. પ્રશ્નકર્તા : તો પ્રેમનું સ્થાન ક્યાં આવ્યું ? અહીં કઈ સ્થિતિમાં પ્રેમ કહેવાય ? દાદાશ્રી : પ્રેમ તો, જેટલો વીતરાગ થયો એટલો પ્રેમ ઉત્પન્ન થયો. સંપૂર્ણ વીતરાગ ને સંપૂર્ણ પ્રેમ ! એટલે વીતદ્વેષ તો તમે બધા થઈ ગયેલા જ છો. હવે વીતરાગ ધીમે ધીમે થતા જાવ દરેક બાબતમાં, એમ પ્રેમ ઉત્પન્ન થતો જાય. પ્રશ્નકર્તા : ત્યારે અહીં આપે કહ્યું કે અમારે પ્રેમ કહેવાય. વીતરાગતા ના આવી એ શું ? દાદાશ્રી : વીતરાગતા એટલે આ અમારો પ્રેમ છે, તે આમ પ્રેમ દેખાતો હોય ને આ વીતરાગોનો પ્રેમ આમ દેખાય નહીં. પણ ખરો પ્રેમ તો એમનો જ કહેવાય અને અમારો પ્રેમ લોકોને દેખાય. પણ તે ખરો પ્રેમ ના કહેવાય. એક્ઝેક્ટલી જેને પ્રેમ કહેવામાં આવે છેને, એ ના કહેવાય. એક્ઝેક્ટલી તો સંપૂર્ણ વીતરાગતા થાય ત્યારે સાચો પ્રેમ અને અમારે તો હજુ ચૌદશ કહેવાય, પૂનમ હોય !! પ્રશ્નકર્તા : એટલે પૂનમવાળાને આના કરતાં પણ વધુ પ્રેમ હોય ? દાદાશ્રી : એ પૂનમવાળાનો જ સાચો પ્રેમ ! આ ચૌદશવાળામાં કોઈ જગ્યાએ કચાશ હોય. એટલે પૂનમવાળાનો જ સાચો પ્રેમ હોય. પ્રશ્નકર્તા : સંપૂર્ણ વીતરાગતા હોય ને પ્રેમ વગરનો હોય, એવું તો બને જ નહીં ને ? ૬૨ પ્રેમ દાદાશ્રી : પ્રેમ વગર તો હોય જ નહીંને એ ! પ્રશ્નકર્તા : એટલે દાદા, ચૌદશ અને પૂનમમાં આટલો ફેર પડી જાય છે, આટલો બધો તફાવત એમ ? દાદાશ્રી : ઘણો તફાવત ! આ તો આપણને પૂનમ જેવો લાગે પણ તે ઘણો તફાવત ! અમારા હાથમાં કશું છે જ શું તે ? અને એમના, તીર્થંકરોના હાથમાં તો બધું જ !! અમારા હાથમાં શું છે ? છતાં પણ અમને સંતોષ રહે પૂનમ જેટલો ! અમારી શક્તિ, પોતાના માટે શક્તિ એટલી કામ કરતી હોય કે પૂનમ આપણને થયેલી હોય એવું લાગે !! ‘જ્ઞાતી' બંધાયા ‘પ્રેમથી' ! પ્રશ્નકર્તા : હવે આ જ્ઞાન લીધા પછી બે-ત્રણ ભવ બાકી રહે તો તેટલા સમય પૂરતી તો સંપૂર્ણ કરુણા-સહાય કરવાને તો આપ બંધાયેલા છો કે નહીં ? દાદાશ્રી : બંધાયેલા એટલે જ કે અમે પ્રેમથી બંધાયેલા છીએ. તે તમે જ્યાં સુધી પ્રેમ રાખો ત્યાં સુધી બંધાયેલા. તમારો પ્રેમ છૂટયો કે અમે છૂટા. અમે પ્રેમથી બંધાયેલા છીએ. તમારો સંસાર પ્રતિ પ્રેમ વળી ગયો તો છૂટા થઈ જશો અને આત્મા પ્રતિ પ્રેમ રહ્યો તો બંધાયેલા છીએ. કેમ લાગે છે તમને ? બંધાયેલા તો ખરા જ ! પ્રેમથી તો બંધાયેલા જ છીએ ને ! શુદ્ધ પ્રેમ સ્વરૂપ, એ જ પરમાત્મા ! અહંકારીને ખુશ કરવામાં કંઈ વાર લાગે એવું નથી, ગલીપચી કરો તોય ખુશ થઈ જાય અને જ્ઞાની તો ગલીપચી કરો તોય ખુશ ના થાય. કોઈ પણ સાધન, જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેનાથી ‘જ્ઞાની’ ખુશ થાય. ફક્ત આપણા પ્રેમથી જ ખુશ થશે. કારણ કે એ એકલા પ્રેમવાળા છે. એમની પાસે પ્રેમ સિવાય બીજું કશું છે નહીં. આખા જગત જોડે એમને પ્રેમ છે.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37