Book Title: Prem
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 33
________________ પ્રેમ પ૭ ૫૮ પ્રેમ પ્રશ્નકર્તા : પણ એવું છે ખરું કે કોઈ પણ ક્રિયાની અંદર પછી એ સાત્ત્વિક ક્રિયા હોય, રજોગુણી ક્રિયા હોય કે કોઈ પણ જાતની ક્રિયા હોય તો એ ક્રિયામાં અહંકારનું તત્ત્વ ના હોય. એ તાર્કિક રીતે સાચું છે ? દાદાશ્રી : ના બની શકે. અરે, એવું કરવા જાય તો ભૂલ છે. કારણ કે અહંકાર સિવાય ક્રિયા જ ના થાય. સાત્ત્વિક ક્રિયા પણ થાય નહીં. પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમ રાખવાનો તો ખરોને ? તો એ અહંકાર સિવાય ધારણ કેવી રીતે થાય ? અહંકાર ને શુદ્ધ પ્રેમ, બે સાથે રહી શકે નહીં ? દાદાશ્રી : અહંકાર છે ત્યાં સુધી શુદ્ધ પ્રેમ આવે જ નહીં ને ! અહંકાર ને શુદ્ધ પ્રેમ, બે સાથે રહી શકે નહીં. શુદ્ધ પ્રેમ ક્યારે આવે ? અહંકાર ઓગળવા માંડે ત્યારથી શુદ્ધ પ્રેમ આવવા માંડે અને અહંકાર સંપૂર્ણ ઓગળી જાય એટલે શુદ્ધ પ્રેમની મૂર્તિ થઈ જાય. શુદ્ધ પ્રેમની મૂર્તિ એ જ પરમાત્મા છે. ત્યાં આગળ તમારું બધી જ જાતનું કલ્યાણ થઈ જાય. એ નિષ્પક્ષપાતી હોય, કોઈ પક્ષપાત ના હોય. શાસ્ત્રોથી પર હોય. ચાર વેદ ભણી રહે, ત્યારે વેદ ‘ઈટસેલ્ફ” બોલે કે “ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ.” તો “જ્ઞાની પુરુષ' કહે છે, ધીસ ઈઝ ધેટ, બસ ! “જ્ઞાની પુરુષ' તો શુદ્ધ પ્રેમવાળા એટલે તરત જ આત્મા આપી દે. એ ફક્ત બે ગુણ છે એમનામાં. એ શુદ્ધ પ્રેમ છે અને શુદ્ધ ન્યાય છે. બે છે એમની પાસે. શુદ્ધ ન્યાય જ્યારે આ જગતમાં થાય ત્યારે જાણવું કે આ ભગવાનની કૃપા ઊતરી. શુદ્ધ ન્યાય ! નહીં તો આ બીજા ન્યાય તો સાપેક્ષ જાય છે ! પ્રેમ પ્રગટાવે આત્મ ઐશ્ચર્ય ! કરુણા એ સામાન્ય ભાવ છે ને એ બધે જ વર્યા કરે કે સાંસારિક દુઃખોથી આ જગત ફસાયું છે, તે દુઃખો કેમ કરીને જાય ? પ્રશ્નકર્તા : મારે જરા, પ્રેમ અને કરુણાનો શું સંબંધ છે ? એ જાણવું અમુક દૃષ્ટિ હોય ત્યારે પ્રેમ કહેવાય. કરુણા ક્યારે વપરાય ? સામાન્ય ભાવે બધાના દુઃખ પોતે જોઈ શકે છે. ત્યાં કરુણા રાખે. એટલે કણા એટલે શું ? એક જાતની કુપા છે. અને પ્રેમ એ જુદી વસ્તુ છે. પ્રેમ તો એને વિટામીન કહેવામાં આવે છે. પ્રેમ તો વિટામીન કહેવાય. એવો પ્રેમ જુએને એટલે એનામાં વિટામીન ઉત્પન્ન થાય, આત્મ વિટામીન. દેહના વિટામીન તો બહુ દહાડા ખાધા છે, પણ આત્માનું વિટામીન ચાખ્યું નથી ને ? એનામાં આત્મવીર્ય પ્રગટ થાય છે. ઐશ્વર્યપણું પ્રગટ થાય. પ્રશ્નકર્તા : એ સહજ જ થાયને દાદા ? દાદાશ્રી : સહજ. પ્રશ્નકર્તા : એટલે એમાં પેલાને કોઈ પ્રકારનું કશું કરવાનું રહેતું નથી. દાદાશ્રી : કશું નહીં. આ બધો માર્ગ જ સહજનો છે. ગાળ ભાંડતારા પરે ય પ્રેમ ! પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી અમને જે અનુભવ થાય છે, એમાં કંઈ પ્રેમ, પ્રેમ, પ્રેમ ઊભરાય છે એ શું છે ? દાદાશ્રી : એ પ્રશસ્ત રાગ છે. જે રાગથી સંસારના રાગ બધા છૂટી જાય. આવો રાગ ઉત્પન્ન થાય એટલે સંસારમાં જે બીજા રાગ બંધ લાગેલા હોય એ બધા પાછા આવી જાય. આને પ્રશસ્ત રાગ કહ્યો ભગવાને. પ્રશસ્ત રાગ એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. એ રાગ બાંધે નહીં. કારણ કે એ રાગમાં સંસાર હેતુ નથી. ઉપકારી પ્રત્યેનો રાગ ઉત્પન્ન થાય, એ પ્રશસ્ત રાગ. એ બધા રાગને છોડાવડાવે. આ ‘દાદા'નું નિદિધ્યાસન કરીએ તો એમનામાં જે ગુણો છે ને, તે ઉત્પન્ન થાય આપણામાં. બીજું એ કે જગતની કોઈ વસ્તુની સ્પૃહા નહીં કરવાની, ભૌતિક ચીજની સ્પૃહા કરવી નહીં. આત્મસુખ જ વાંછવું. બીજું કંઈ વાંછવું જ નહીં અને કોઈ આપણને ગાળ ભાંડી ગયો હોય એની જોડેય પ્રેમ ! એટલું હોય કે કામ થઈ ગયું પછી. દાદાશ્રી : એ કરુણા અમુક દૃષ્ટિ હોય ત્યારે કરુણા કહેવાય. અને

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37