Book Title: Prem
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 34
________________ પ્રેમ પ ‘જ્ઞાતી', અજોડ પ્રેમાવતાર ! પ્રશ્નકર્તા : ઘણી વાર એવું થાય છે કે ઊંઘ્યા હોઈએ ને પાછું અર્ધ જાગ્રત અવસ્થા હોય અને ‘દાદા’ મહીં પેસી જાય છે, ‘દાદા’નું ચાલુ થઈ જાય છે, એ શું છે ? દાદાશ્રી : હા, ચાલુ થઈ જાય. એવું છે ને, ‘દાદા’ સૂક્ષ્મભાવે આખા વર્લ્ડમાં ફર્યા કરે છે. હું સ્થૂળભાવે અહીં હોઉં ને દાદા સૂક્ષ્મભાવે બધે આખા વર્લ્ડમાં ફર્યા કરે છે, બધે ધ્યાન રાખે છે અને એવું નથી કે બીજા જોડે કશી ભાંજગડ છે. એટલે ઘણા લોકોને ખ્વાબમાં આવ્યા જ કરે એની મેળે, અને કેટલાક તો દિવસે ‘દાદા’ જોડે વાતોચીતો કરે છે. પેલો મને કહેય ખરો કે, મારી જોડે દાદા, તમે આવી રીતે વાતચીત કરી ગયા ! દહાડે ઊઘાડી આંખે એને દાદા કહે ને એ સાંભળે, ને એ લખી લે પાછો. આઠ વાગે લખી લે કે આટલું બોલ્યા છે. તે મને વંચાવી હઉ જાય પછી. એટલે આ બધું થયા જ કરે છે. છતાં યે આમાં ચમત્કાર જેવી વસ્તુ નથી. આ સ્વાભાવિક છે. કોઈ પણ માણસની આવરણરહિત સ્થિતિ થાય અને થોડું કંઈક કેવળજ્ઞાનને અંતરાય કરે એટલું આવરણ રહ્યું હોય અને જગતમાં જોટો ના જડે એવો પ્રેમ ઉત્પન્ન થયો હોય, જેનો જોટો ના જડે એવો પ્રેમાવતાર થયેલો હોય, ત્યાં બધું જ થાય. હવે નિસ્પૃહ પ્રેમ હોય છે, પણ તે અહંકારી પુરુષને હોય છે. એટલે અહંકારનું, મહીં એનું ‘એબ્સોર્બ’ તો કરે ને કે ના કરે ? કરે. એટલે એમાં સંપૂર્ણ નિસ્પૃહ હોય નહીં. અહંકાર જાય ત્યાર પછી બધો ખરો પ્રેમ હોય. એટલે આ પ્રેમાવતાર છે. તે જ્યાં કોઈને કંઈક સહેજ મન ગૂંચાયું કે ત્યાં પોતે આવીને હાજર ! પ્રેમ, સર્વે પર સરખો ! આ પ્રેમ તો ઈશ્વરીય પ્રેમ છે. એવું બધે હોય નહીં ને ! આ તો ૬૦ પ્રેમ કોઈક જગ્યાએ આવું હોય તો બને, નહીં તો બને નહીં ને ! હમણે શરીરે જાડો દેખાય તેની ઉપરેય પ્રેમ, ગોરો દેખાય તેની પરેય પ્રેમ, કાળો દેખાય તેની ઉપરેય પ્રેમ, લૂલો-લંગડો દેખાય તેની પરેય પ્રેમ, સારા અંગવાળો માણસ દેખાય તેની પરેય પ્રેમ. બધે સરખો પ્રેમ દેખાય. કારણ કે એના આત્માને જ જુએ. બીજી વસ્તુ જુએ નહીં. જેમ આ સંસારમાં લોકો માણસનાં કપડાં જોતા નથી, એનાં ગુણ કેવાં છે એવું જુએ, એવી રીતે ‘જ્ઞાની પુરુષ' આ પુદ્ગલને ના જુએ. પુદ્ગલ તો કોઈનું વધારે હોય, કોઈનું ઓછું હોય, કંઈ ઠેકાણું જ નહીં ને ! અને આવો પ્રેમ હોય ત્યાં બાળકો પણ બેસી રહે. અભણ બેસી રહે, ભણેલા બેસી રહે, બુદ્ધિશાળીઓ બેસી રહે. બધા લોકો સમાય. બાળકો તો ઊઠે નહીં. કારણ કે વાતાવરણ એટલું બધું સુંદર હોય. એવું પ્રેમસ્વરૂપ ‘જ્ઞાતી'નું ! એટલે પ્રેમ ‘જ્ઞાની પુરુષ’નો જ જોવા જેવો ! આજે પચાસ હજાર માણસ છે, પણ કોઈ પણ માણસ સહેજે ય પ્રેમરહિત થયો નહીં હોય. એ પ્રેમથી જીવી રહ્યા છે બધા. પ્રશ્નકર્તા : એ તો બહુ અઘરું છે. દાદાશ્રી : પણ તે અમારામાં આ પ્રેમ પ્રગટ થયેલો છે. તે કેટલાય માણસ અમારા પ્રેમથી જ જીવે છે. નિરંતર દાદા, દાદા, દાદા ! ખાવાનું ના મળે તો યે કશો વાંધો નહીં. એટલે પ્રેમ એવી વસ્તુ છે આ. હવે આ પ્રેમથી જ બધાં પાપો એમનાં ભસ્મીભૂત થઈ જાય. નહીં તો કળિયુગનાં પાપ શું ધોવાનાં હતાં તે ? છતાં રહ્યો ફેર ચૌદશ - પૂતમમાં ! એટલે જગતમાં ક્યારેય પણ જોયો ના હોય એવો પ્રેમ ઉત્પન્ન થયો છે. કારણ કે પ્રેમ ઉત્પન્ન થતો હતો, પણ તે જગ્યા વીતરાગ થઈ ગયેલા હતા. જ્યાં પ્રેમ ઉત્પન્ન થાય એવી જગ્યા હતી, તે સંપૂર્ણ વીતરાગ હતા.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37